થાનના ભડુલામાં ચેકિંગ દરમિયાન નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો
થાનના ભડુલામાં ચેકિંગ દરમિયાન નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો
Published on: 17th December, 2025

સુરેન્દ્રનગરના થાન તાલુકાના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજના ચેકિંગ માટે ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો થયો. 6 ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. નાયબ મામલતદારને ગાળો બોલી લાફા ઝીંક્યા અને સરકારી ગાડીને ધોકા વડે નુકસાન કર્યું.