વડોદરાના સમા બ્રિજ પાસે અકસ્માતમાં બાઈક સ્લીપ થતા સગીરનું મોત, પરિવારમાં આક્રંદ.
વડોદરાના સમા બ્રિજ પાસે અકસ્માતમાં બાઈક સ્લીપ થતા સગીરનું મોત, પરિવારમાં આક્રંદ.
Published on: 17th December, 2025

વડોદરાના સમા વિસ્તારમાં નિર્માણાધીન બ્રિજ પાસે 15 વર્ષના સગીરનું બાઈક સ્લીપ થતા દુઃખદ મોત થયું. સગીર પરિવારને જાણ કર્યા વગર બાઈક લઈને નીકળ્યો હતો. બાઈક સ્લીપ થતા તે જમીન પર પટકાયો અને ગંભીર ઈજા થઈ. સ્થાનિકોએ મદદ કરી પણ લોહી વધુ વહી જવાના કારણે તેનું મોત નીપજ્યું. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, postmortem માટે મૃતદેહ ખસેડાયો.