મોરબી નજીક ટ્રક દ્વારા 4 પદયાત્રીઓના મોત; એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, સારવાર માટે ખસેડાયો.
મોરબી નજીક ટ્રક દ્વારા 4 પદયાત્રીઓના મોત; એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, સારવાર માટે ખસેડાયો.
Published on: 17th December, 2025

મોરબીના પીપળીયા પાસે ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. દિયોદરથી દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, ટ્રક ચાલકની અટકાયત કરાઈ છે અને CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. મૃતકોના નામ: ચૌધરી દિલીપભાઈ, ચૌધરી હાર્દિકભાઈ, ચૌધરી ભગવાનભાઈ અને ચૌધરી અમજાભાઈ છે.