પાટણ હત્યા કેસ: આરોપીની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી, પગના ઓપરેશન માટેના મેડિકલ પુરાવા રજૂ કરાયા નહોતા.
પાટણ હત્યા કેસ: આરોપીની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી, પગના ઓપરેશન માટેના મેડિકલ પુરાવા રજૂ કરાયા નહોતા.
Published on: 17th December, 2025

પાટણના સંડેર ગામના ભરત દેવીપૂજકની હત્યા કેસમાં જેલમાં બંધ કમલેશ પરમારની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આરોપીએ પગના ઓપરેશન માટે જામીન માંગ્યા હતા, પરંતુ કોર્ટે મેડિકલ પુરાવા રજૂ ન કરાયા હોવાનું કારણ આપ્યું હતું. સરકારી વકીલે જામીનનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આરોપી ભાગી શકે છે. કોર્ટે જેલ ઓથોરિટીને આરોપીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની સૂચના આપી છે.