મેઈન બજાર ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.48 હજારથી વધુના મુદ્દામાલ સાથે બે યુવકો ઝડપાયા, CCTV, DVR પણ ચોર્યા.
મેઈન બજાર ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.48 હજારથી વધુના મુદ્દામાલ સાથે બે યુવકો ઝડપાયા, CCTV, DVR પણ ચોર્યા.
Published on: 17th December, 2025

ભાવનગર શહેરના મેઈન બજાર વિસ્તારમાં દુકાનોમાં થયેલી ચોરીઓના મામલે LCBએ બે આરોપીઓને પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 22 હજારથી વધુ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા 48 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપાયો. આરોપીઓ દુકાનોના તાળા તોડી CCTV, DVR, DIGISOL અને TP-LINK રાઉટર પણ ચોરી જતા. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.