મંગળવારની રાત અમંગળ, 4 અકસ્માત, 9નાં મોત: અમરેલીમાં કારના કટકા કરી લાશો કાઢી, દ્વારકામાં પદયાત્રીઓને કચડી માર્યા.
મંગળવારની રાત અમંગળ, 4 અકસ્માત, 9નાં મોત: અમરેલીમાં કારના કટકા કરી લાશો કાઢી, દ્વારકામાં પદયાત્રીઓને કચડી માર્યા.
Published on: 17th December, 2025

ગત મંગળવારની રાત રાજ્યમાં અમંગળ રહી, અલગ-અલગ જિલ્લામાં 4 અકસ્માતમાં 9 લોકોનાં મોત થયાં. અમરેલીમાં 3 ભાઈઓ, દ્વારકામાં 4 પદયાત્રીઓ, વિસનગરમાં પત્ની, વડોદરામાં એક સગીરનું મોત થયું. અમરેલીમાં કાર પલટી જતાં ત્રણ પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દ્વારકા દર્શને જતાં પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડી નાખ્યા. વિસનગરમાં ટ્રકનું ટાયર ફરી વળતા પત્નીનું મોત.