સુત્રાપાડા ધામળેજમાં આગ: બસ સ્ટેશન પાસે ત્રણ દુકાનો બળીને ખાખ, લાખોનું નુકસાન.
સુત્રાપાડા ધામળેજમાં આગ: બસ સ્ટેશન પાસે ત્રણ દુકાનો બળીને ખાખ, લાખોનું નુકસાન.
Published on: 17th December, 2025

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે મોડી રાત્રે બસ સ્ટેશન પાસે ૧:૩૦ વાગ્યે આગ લાગી. જ્વેલર્સ, કાપડ અને કટલેરીની દુકાનો બળીને ખાખ થઈ ગઈ, લાખોનું નુકસાન થયું. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી. આગનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. સુત્રાપાડા પોલીસે તપાસ હાથ ધરી.