નિવૃત્ત સચિવના પુત્રનું 7.61 કરોડનું કૌભાંડ: મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટના નકલી વર્ક ઓર્ડર બતાવી છેતરપિંડી.
નિવૃત્ત સચિવના પુત્રનું 7.61 કરોડનું કૌભાંડ: મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટના નકલી વર્ક ઓર્ડર બતાવી છેતરપિંડી.
Published on: 17th December, 2025

ગાંધીનગરમાં નિવૃત્ત સચિવના પુત્રએ પરિવાર સાથે મળી સરકારી ટેન્ડરોના નામે આંતરરાજ્ય કૌભાંડ આચર્યું. મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટના નકલી વર્ક ઓર્ડર બનાવી બિલ્ડર અને મિત્રો પાસેથી 7.61 કરોડથી વધુની રકમ પડાવી લીધી. ચૂંટણીમાં CCTV કેમેરા લગાવવાના ટેન્ડરની લાલચ આપી છેતરપિંડી કરી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મુખ્ય આરોપી નીરવ દવે જ્યુડિશીયલ કસ્ટડીમાં, જ્યારે પત્ની મીરા વોન્ટેડ છે.