અમદાવાદના દાણીલીમડા પોલીસલાઈનમાં પત્નીએ પોલીસમાં ફરજ બજાવતા પતિની હત્યા કરી
અમદાવાદના દાણીલીમડા પોલીસલાઈનમાં પત્નીએ પોલીસમાં ફરજ બજાવતા પતિની હત્યા કરી
Published on: 04th August, 2025

અમદાવાદ દાણીલીમડા પોલીસલાઈનમાં પત્નીએ માથામાં પથ્થર મારીને પતિની હત્યા કરી નાખી. ત્યાર બાદ પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ જણાવ્યું હતું કે અમે હજી ત્યાં પહોંચ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે બપોરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીએ પતિને માર માર્યો હતો. પત્નીના મારને કારણે મુકેશ પરમાર લોહીલુહાણ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું મોત થઈ જતાં પત્ની સંગીતાબેને ઘરે આવીને આત્મહત્યા કરી લીધી હતી.