રતનપુર પછી નાનીરાસલીમાં જનતા રેડ, ગેરકાયદે રેતી ખનન કરતાં બે મશીન ઝડપ્યાં.
રતનપુર પછી નાનીરાસલીમાં જનતા રેડ, ગેરકાયદે રેતી ખનન કરતાં બે મશીન ઝડપ્યાં.
Published on: 17th December, 2025

છોટાઉદેપુર જીલ્લામાં ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે, ત્યારે ગ્રામજનોએ જનતા રેડ કરી. લોઢણના ગ્રામજનોએ ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું. ઓરસંગ નદી અને ભારજ નદીમાં ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે. પાવી જેતપુર તાલુકાના લોઢણના ગ્રામજનો દ્વારા ભારજ નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર જનતા રેડ કરવામાં આવી હતી અને બે મશીન ઝડપી પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગે મશીનો સીઝ કર્યા.