વડોદરામાં ગોગો પેપર વેચનારાઓ સામે કાર્યવાહી: બે દુકાનદારોની ધરપકડ
વડોદરામાં ગોગો પેપર વેચનારાઓ સામે કાર્યવાહી: બે દુકાનદારોની ધરપકડ
Published on: 17th December, 2025

સયાજીગંજ પોલીસે ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર જેવા પ્રતિબંધિત વસ્તુઓ વેચનારા દુકાનદારો સામે કાર્યવાહી કરી. STASH PRO કંપનીના ગોગો રોલ કોન અને રોલિંગ પેપર જપ્ત કર્યા. બે દુકાનદારો, હરિશ મહાવર અને દેવેન્દ્ર અગ્રવાલની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી ગેરકાયદેસર માલ મળી આવ્યો. પોલીસે તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.