સ્કોડા અને ફોક્સવેગન કાર એલર્ટ! પાછળના સીટ બેલ્ટમાં ખામીને કારણે મોડેલો બીજી વખત રિકોલ કરાઈ.
Published on: 22nd July, 2025
સ્કોડા અને ફોક્સવેગન ઇન્ડિયાએ ટેકનિકલ ખામીથી 1,821 વાહનો પાછા ખેંચ્યા; ડિસેમ્બર 2021થી મે 2025 વચ્ચે ઉત્પાદિત મોડેલો સામેલ છે. રિકોલમાં સ્કોડા સ્લેવિયા, કુશાક, કાયલાકના 860 અને ફોક્સવેગન વર્ટસ, ટિગુનના 961 યુનિટ સામેલ છે. પાછળના સીટ બેલ્ટમાં ખામી છે, અકસ્માતમાં બકલ તૂટી શકે છે, ઈજા થવાનું જોખમ રહે છે. મે મહિનામાં પણ 47,000થી વધુ કાર રિકોલ કરવામાં આવી હતી. ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.