ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપી, ભિક્ષાવૃત્તિ છોડાવી, 1200થી વધુ બાળકોને શાળા સુધી પહોંચાડતું વૃક્ષ નીચેનું બાલકેન્દ્ર.
ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપી, ભિક્ષાવૃત્તિ છોડાવી, 1200થી વધુ બાળકોને શાળા સુધી પહોંચાડતું વૃક્ષ નીચેનું બાલકેન્દ્ર.
Published on: 18th August, 2025

અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2017થી ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને ધોરણ 1થી 8 સુધીનું મફત શિક્ષણ, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ અને મધ્યાહ્ન ભોજન અપાય છે. 1200થી વધુ બાળકોને શિક્ષણ મળે છે, અને 54 શિક્ષિકાઓ કાર્યરત છે. સંસ્થા ધોરણ 8 પછી આગળના અભ્યાસ માટે પણ મદદ કરે છે. 15 SLUM વિસ્તારમાં બાળકોને ભણાવવા ઉપરાંત STATIONERY અને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. કુપોષિત બાળકો માટે હેલ્થ ચેકઅપ કરી પૌષ્ટિક આહાર અપાય છે. આ ઉપરાંત બાળકોની માતા અને બહેનો માટે સ્વરોજગાર તાલીમ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે.