વડોદરામાં દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર કચેરી દ્વારા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.
વડોદરામાં દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર કચેરી દ્વારા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.
Published on: 09th September, 2025

તરસાલી આઈ.ટી.આઈ. ફોર ડિસેબલ ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો, જેમાં એચ.આર., મેઇન્ટેનન્સ, સ્ટોર જેવી 150+ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવાયા. જિલ્લા કલેક્ટર અને મદદનીશ નિયામક સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. 100થી વધુ દિવ્યાંગ ઉમેદવારો અને 11 જેટલી કંપનીઓએ ભાગ લીધો, જેમાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાયા. સરકારી લોન યોજનાઓ અને ફ્રી વોકેશનલ કોર્ષ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ અનુબંધમ અને એન.સી.એસ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવામાં આવી.