વાસદ ટોલનાકા નજીકથી રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું.
વાસદ ટોલનાકા નજીકથી રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું.
Published on: 06th November, 2025

વડોદરા-અમદાવાદ NATIONAL HIGHWAY પર વાસદ ટોલનાકા નજીક પોલીસે રૂ. 58.96 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપ્યું. ટ્રકના ગુપ્ત ખાનામાં દારૂની 351 પેટીઓ સંતાડેલી હતી. પોલીસે રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરી અને 3 સામે ગુનો નોંધ્યો.