આણંદના તમાકુ ખેડૂતો પર ટેક્સનું ગ્રહણ, 2.4 લાખ ખેડૂતોનું ભાવિ જોખમમાં, 'કાચા સોના' પર અસર.
આણંદના તમાકુ ખેડૂતો પર ટેક્સનું ગ્રહણ, 2.4 લાખ ખેડૂતોનું ભાવિ જોખમમાં, 'કાચા સોના' પર અસર.
Published on: 26th January, 2026

આણંદ જિલ્લામાં તમાકુના વેપારીઓમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા જીએસટી વધારાને લઈને ભારે ફાળ ફેલાઈ છે. ૧ ફેબુ્રઆરી, ૨૦૨૬થી અમલી બનનારા નવા ટેક્સ માળખાને કારણે આગામી સીઝનનો તૈયાર પાક વેપારીઓ ખરીદશે કે કેમ તે અંગે મોટી અવઢવ સર્જાઈ છે. આણંદ જિલ્લામાં રવી સીઝન દરમિયાન અંદાજે ૭૨,૦૦૦ હેક્ટરથી વધુ જમીનમાં થયેલા તમાકુના વાવેતર બાદ હવે લાખો ટન ઉત્પાદનને ખરીદનાર કોણ હશે તે મોટો પ્રશ્ન છે. જિલ્લાના અંદાજિત ૨.૪ લાખ ખેડૂતો, જેઓ તમાકુને 'કાચું સોનું' માનીને આખા વર્ષનો જીવન નિર્વાહ કરે છે, તેમના માથે ચિંતાના વાદળો છવાયા છે.