પોપટપરા શાકમાર્કેટમાં શૌચાલય લાઈન તૂટતા ગંદા પાણીની રેલમછેલ: વેપારીઓ અને ગ્રાહકો પરેશાન.
પોપટપરા શાકમાર્કેટમાં શૌચાલય લાઈન તૂટતા ગંદા પાણીની રેલમછેલ: વેપારીઓ અને ગ્રાહકો પરેશાન.
Published on: 25th January, 2026

સુરેન્દ્રનગરના પોપટપરા શાકમાર્કેટમાં મનપા સંચાલિત શૌચાલયની ડ્રેનેજ લાઈન તૂટતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ગંદા પાણી રોડ પર ફરી વળતા વેપારીઓ અને ગ્રાહકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. મનપાને રજૂઆત છતાં રિપેરિંગ હાથ ન ધરાતા રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોગચાળો ફેલાય તે પહેલાં સમારકામ હાથ ધરવા માંગ ઉઠી છે.