Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
ડૉ. સી. વી. રામન જયંતી
ડૉ. સી. વી. રામન જયંતી

શ્રી ચંદ્રશેખર વેંકટ રામન (ડૉ. સી. વી. રામન) મહાન ભૌતિક વૈજ્ઞાનિક હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર (Raman Effect) માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા.  ડૉ. સી. વી. રામન નો જન્મ 7 નવેમ્બર, 1888 ના રોજ ભારતના તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં થયો હતો. એમની માતૃભાષા તમિલ હતી. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે ડૉ. સી. વી. રામનને ઘરમાં જ ભણવાનું યોગ્ય વાતાવરણ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસને કારણે વિદ્યાર્થી આલમમાં તેઓ ખૂબ પ્રિય થયા હતા. ખગોળશાસ્ત્ર માં પણ તેમને ઊંડો રસ હતો. ડૉ. સી. વી. રામને પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નઈમાંથી 1904 માં સ્નાતક ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. 1907 માં એમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૪૦% થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત ઇન્ડિયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ માં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે કોલકાતાથી કરી હતી. 1922 માં કોલકાતા યુનિવર્સિટીએ તેમને ડૉકટર ઓફ સાયન્સની પદવી આપી. તેમજ લંડન રોયલ સોસાયટીએ તેમને ફેલોશીપ પણ આપી.  ડૉ. સી. વી. રામને 1928 ની 28 ફેબ્રુઆરી ના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. જેના આધારે તેમણે રામન ઈફેક્ટની શોધ કરી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે રામન ઈફેક્ટને સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં સૌ પ્રથમ નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં 28મી ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. રામન ઈફેક્ટમાં તેમણે પ્રકાશનાં કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે ઊંડું સંશોધન કર્યુ હતું. 1954 માં ડૉ. સી. વી. રામનને “ભારતરત્ન'નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં આટલી ઉચ્ચ સિદ્ધિ મેળવી હોવા છતાં પણ તેમના જીવનમાં સાદગી અને ભારતીય પરંપરા જોવા મળતાં હતાં, જેની નોંધ સમકાલીન લોકોએ લીધી છે.

07th November

Read more
ડૉ. સી. વી. રામન જયંતી
07th November

શ્રી ચંદ્રશેખર વેંકટ રામન (ડૉ. સી. વી. રામન) મહાન ભૌતિક વૈજ્ઞાનિક હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર (Raman Effect) માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા.


 ડૉ. સી. વી. રામન નો જન્મ 7 નવેમ્બર, 1888 ના રોજ ભારતના તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં થયો હતો. એમની માતૃભાષા તમિલ હતી. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે ડૉ. સી. વી. રામનને ઘરમાં જ ભણવાનું યોગ્ય વાતાવરણ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા...

Read more
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન

કેન્સર નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એક ભયની હોય છે. આ મુખ્યત્વે એટલા માટે છે કે આપણે મોટેભાગે કેન્સરને મૃત્યુ સાથે સાંકળીએ છીએ. કેન્સર લગભગ ઘણા લોકો માટે મૃત્યુનો સમાનાર્થી બની ગયો છે. પરંતુ આ ખોટી હકીકત છે. જો વહેલી તકે કેન્સરનું નિદાન કરવામાં આવે તો કેન્સરની સારવાર આસાનીથી કરી શકાય છે. કેન્સરને વહેલું શોધી કાઢવું અને ઈલાજની વધુ સારી તક આપવી તે હંમેશાં વધુ સારું છે.  કેન્સરને વહેલું શોધવા માટે તેમજ આ રોગ વિશે જાગૃતિ કેળવવા માટે 7 નવેમ્બર, 2014 ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 7 નવેમ્બર ને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે નક્કી કરવાનું કારણ એ છે કે તે મેડમ ક્યૂરી નો જન્મદિવસ છે, જેમણે રેડિયમ અને પોલોનિયમ ની શોધ દ્વારા કેન્સરની સારવારમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે કેન્સરના નિદાન માટે રેડિયો થેરાપીનો વિકાસ થયો હતો. તત્કાલીન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધ ને કેન્સર નિયંત્રણના પ્રયાસોની શરૂઆત કરી, જે કેન્સરની સારવાર માટે પ્રારંભિક તપાસ અને સંશોધનને પ્રોત્સાહિત કરે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતમાં કેન્સરના કેસ અને મૃત્યુ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં કેન્સર સંબંધિત ચિંતાનું મુખ્ય કારણ એ છે કે નોંધાયેલા કેસના બે તૃતીયાંશ કેસોનું નિદાન અંતિમ તબક્કામાં થાય છે, જે દર્દીના જીવનને નોંધપાત્ર રીતે અસર કરે છે. અંતિમ તબક્કે નિદાન થવાથી દર્દીના ઈલાજ અને જીવિત રહેવાની શક્યતા ઘટી જાય છે તેમજ સારવાર પછી જીવનની ગુણવત્તાને અસર કરે છે. અંતિમ સ્ટેજના કેન્સરની સારવારમાં ઘણો ખર્ચ થાય છે. કેન્સરના મોટાભાગના કેસો માત્ર અંતિમ તબક્કામાં જ નોંધાય છે તેનું મુખ્ય કારણ કેન્સરનાં લક્ષણો  અને સામાન્ય રીતે કેન્સર અંગે લોકોમાં ઓછી જાગૃતિ છે. જો પ્રારંભિક તબક્કામાં લક્ષણોની જરૂરી તપાસ થાય તો ઝડપી સારવાર કરી શકાય છે, પરંતુ આ માટે લોકોને કેન્સરનાં સામાન્ય લક્ષણો અને તેના માટે કેવી રીતે તપાસ કરવી તે વિશેની જાગૃતિ હોવી જરૂરી છે. કેન્સરનું મુખ્ય કારણ તમાકુનો ઉપયોગ છે. તમાકુથી ઓછામાં ઓછા 14 પ્રકાર નાં કેન્સર થવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તમાકુના ઉપયોગથી મોઢાનાં કેન્સર, ફેફસાનાં કેન્સર અને પેટનાં કેન્સર થાય છે. સમગ્ર દેશમાં કેન્સરના કેસનું વિશ્લેષણ કરતી વખતે ચોક્કસ ભૌગોલિક પેટર્ન શોધી શકાય છે. તમાકુ સંબંધિત કેન્સર અને સ્ત્રીઓમાં સર્વાંઇકલ કેન્સરની મોટી સંખ્યા મુખ્યત્વે નીચલા સામાજિક-આર્થિક દરજ્જાના લોકોમાં જોવા મળે છે, જ્યારે કેન્સરના અન્ય પ્રકારો જેમ કે સ્તન કેન્સર અને કોલોરેકટલ કેન્સર, જે સ્થૂળતા, વધુ વજન અને ઓછી શારીરિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તે ઉચ્ચ આર્થિક સ્થિતિના લોકોમાં જોવા મળે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો અને જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં મોટી સંખ્યામાં અન્નનળી અને જરનાં કેન્સર જોવા મળે છે, જે એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે તેમની મસાલેદાર ખોરાક ની આદતો આ રોગ થવામાં મુખ્ય પરિબળ હોઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ખેતીમાં વિશેષ કરીને શાકભાજી, ફળો વગેરેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં રસાયણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ પણ આમાં કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ખાદ્ય પદાર્થોનું પ્લાસ્ટિકમાં પેકિંગ પણ જવાબદાર પરિબળ છે.એક અભ્યાસ મુજબ લગભગ 40 ટકા દર્દીઓને કેન્સર થવાનું કારણ તમાકુનું સેવન છે. તેથી તમાકુ અને તેની વિશેષ ગુટકા જેવી તમામ બનાવટો અને ધૂમ્રપાન બંધ કરવા ખાસ જનજાગૃતિ લાવવી જરૂરી છે અને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી 7 નવેમ્બર નો દિવસ કેન્સર જાગૃતિ દિન તરીકે ઉજવવામાં આવે છે.         કેન્સર જાગૃતિ વિશે રસપ્રદ તથ્યો કેન્સરના આંકડા અટકાવી શકાય તેવું નિષ્ણાતો માને છે. ભારતમાં કેન્સર માટે જવાબદાર કારણોમાં 40% તમાકુ, બીડી, સિગારેટ, દારુ જેવાં વ્યસનોને કારણે છે, 20% રોગ ચેપ સંબંધિત છે અને બાકીનાં અન્ય પરિબળોને કારણે છે. જે જાગૃતિ દ્વારા રોકી શકાય તેમ છે. ભારતમાં દર 8 મિનિટે સર્વાઇકલ કેન્સરથી એક મહિલાનું મૃત્યુ થાય છે. સ્તન કેન્સરનું નિદાન થયેલી દર 2 મહિલાએ ભારતમાં એક મહિલાનું મૃત્યુ થાય છે. જો કે હાલના સમયમાં સર્વાઈકલ કેન્સર માટેની રસી ઉપલબ્ધ બની છે. જાગૃતિનો અભાવ, નિરક્ષરતા અને ડરના કારણે ભારતમાં લગભગ 50% કેન્સરના કેસોનું નિદાન અંતિમ તબક્કામાં થાય છે.

07th November

Read more
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન
07th November

કેન્સર નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એક ભયની હોય છે. આ મુખ્યત્વે એટલા માટે છે કે આપણે મોટેભાગે કેન્સરને મૃત્યુ સાથે સાંકળીએ છીએ. કેન્સર લગભગ ઘણા લોકો માટે મૃત્યુનો સમાનાર્થી બની ગયો છે. પરંતુ આ ખોટી હકીકત છે. જો વહેલી તકે કેન્સરનું નિદાન કરવામાં આવે તો કેન્સરની સારવાર આસાનીથી કરી શકાય છે. કેન્સરને વહેલું શોધી કાઢવું અને ઈલાજની વધુ સારી તક આપવી તે હંમેશાં વધુ સારું છે.


 કેન્સરને વહેલું શોધવા માટે તેમજ આ રોગ વિશે જાગૃતિ કેળવવા માટે 7 નવેમ્બર, 2014 ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે જાહેર કરવામાં...

Read more
રાષ્ટ્રીય શિક્ષણ દિન
રાષ્ટ્રીય શિક્ષણ દિન

સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન અને શિક્ષણને સમર્પિત એવા મૌલાના અબુલ કલામ આઝાદ ની જયંતીને ભારતમાં દર વર્ષે 11 નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ સાઉદી અરબના મક્કામાં 11 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. આ દિવસ ઉજવવાની જાહેરાત ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવી હતી. મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાના પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન હતા. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પાયાનું પરિવર્તન લાવવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણ, સંસ્થા નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે તેઓએ આપેલા યોગદાનને યાદ કરવા તેમજ શિક્ષણનું મહત્વ સમજાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.         અબુલ કલામ આઝાદે 1912 માં કોલકાતામાં 'અલહિલાલ' નામે ઉર્દૂ સાપ્તાહિક શરૂ કરીને તેમાં પ્રગતિશીલ વિચારોનું પ્રતિપાદન કરેલું. 1920 થી 1945 દરમિયાન તેમણે અનેકવાર કારાવાસ વેઠ્યો હતો. 1940 થી 1946 ના નિર્ણાયક વર્ષોમાં તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા હતા. 'હિંદ છોડો' ચળવળ તથા કેબિનેટ મિશન સાથેની વાટાઘાટોમાં તેઓ અગ્રેસર રહ્યા હતા. મૌલાના આઝાદ ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિના પ્રશંસક હતા અને તેના પ્રત્યે આદરભાવ રાખતા. પ્રખર રાષ્ટ્રવાદી તરીકે તેઓ બિનસાંપ્રદાયિકતાના પુરસ્કર્તા હતા. તેઓ ગહન ચિંતનશક્તિ ધરાવતા ઉત્કૃષ્ટ આદર્શવાદી હતા.   કોઈપણ દેશના વિકાસમાં શિક્ષણનું પ્રદાન અમૂલ્ય હોય છે. શિક્ષણ થકી જ કોઈપણ દેશ પોતાનો વિકાસ સાધી શકે છે. અબુલ કલામ આઝાદને સ્વતંત્ર ભારતમાં શિક્ષણના મુખ્ય ‘આર્કિટેક્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ, 1947 થી 2 ફેબ્રુઆરી, 1958 સુધી ભારતના શિક્ષણપ્રધાન હતા. તેઓએ ગ્રામીણ ગરીબો અને કન્યાઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. તેઓ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, વિદ્વાન અને જાણીતા શિક્ષણવિદ્ હતા. જેમણે શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.   આ દિવસે સમગ્ર દેશમાં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મૌલાના અબુલ કલામ આઝાદના જીવન તેમજ તેમના શિક્ષણક્ષેત્રમાં પ્રદાન અને સિદ્ધિઓ પર ચર્ચાઓ, વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા વર્તમાન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં જરૂરી સુધારાઓ સૂચવવા માટે ચર્ચાસભાઓ અને સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે. જેથી લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને શિક્ષણનું મહત્વ સમજે. તેઓશ્રી રાષ્ટ્રસેવાના કાર્યમાં 2 ફેબ્રુઆરી, 1958 થી મૃત્યુ સુધી કાર્યરત રહ્યા. તેમનાં વિવિધ પ્રકારનાં પ્રદાનોને ધ્યાને લઇ 1992 માં તેઓને મરણોપરાંત ‘ભારતરત્ન'થી નવાજવામાં આવ્યા હતા.

11th November

Read more
રાષ્ટ્રીય શિક્ષણ દિન
11th November
સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન અને શિક્ષણને સમર્પિત એવા મૌલાના અબુલ કલામ આઝાદ ની જયંતીને ભારતમાં દર વર્ષે 11 નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ સાઉદી અરબના મક્કામાં 11 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. આ દિવસ ઉજવવાની જાહેરાત ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવી હતી. મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાના પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન હતા. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પાયાનું પરિવર્તન લાવવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણ, સંસ્થા નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે તેઓએ આપેલા યોગદાનને યાદ...
Read more
નાનાભાઈ ભટ્ટ જયંતી
નાનાભાઈ ભટ્ટ જયંતી

 નાનાભાઈ કાલિદાસ ભટ્ટનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર, 1882 ના ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો. નાનાભાઈ ભટ્ટના કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. બીલખા આશ્રમ ના મહંત શ્રી નથુરામ શર્મા એ નાનાભાઈને આશ્રમમાં રાખીને તેમના શરૂઆતના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. બાદમાં એમ.એ. સુધીનું શિક્ષણ મેળવીને તેમણે ત્રણેક મહિના મહુવાની હાઈસ્કૂલ માં નોકરી કરી હતી. ત્યાર બાદ તેઓ શામળદાસ કોલેજ માં પ્રોફેસર બન્યા હતા. ભાવનગરની આ કોલેજના પ્રોફેસરે કોલેજમાંથી રાજીનામુ આપીને ભાવનગર રેલવે સ્ટેશન પાસે એક ધર્મશાળામાં 'દક્ષિણામૂર્તિ' નામની સંસ્થા સ્થાપીને તેના પૂર્ણકાલીન શિક્ષક બન્યા હતા. દક્ષિણામૂર્તિના પૂર્ણકાલીન સેવક બનીને તેમણે સંસ્થાને વટવૃક્ષ બનાવી હતી. મહાત્મા ગાંધી ના નિમંત્રણથી 1926 ના અરસામાં તેઓ સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠ ના કુલનાયક બન્યા હતા. ગાંધીજીની નઈ તાલીમ આધારિત ગ્રામ્ય સંસ્કૃતિને ચિતાર આપવા નાનાભાઈ ભટ્ટે 1938 માં આંબલા (સોનગઢ પાસે)માં ગ્રામ કેળવણીના નૂતન પ્રયોગ માટે 'ગ્રામ દક્ષિણામૂર્તિ' નામની લોકશાળા સ્થાપી હતી. તેના પગલે ગુજરાતમાં અનેક લોકશાળાઓ ઊભી થઈ અને ગ્રામ કેળવણીમાં ક્રાંતિ થઈ. બાદમાં તેમણે ઉચ્ચ શિક્ષણ માટે 1953 માં 'લોકભારતી (સણોસરા)' નામની સંસ્થા સ્થાપી હતી. આત્મચરિત્રકાર, કથાલેખક, શિક્ષણવિદ, પ્રયોગશીલ કેળવણીકાર એવા નાનાભાઈ ભટ્ટ સાથે ગિજુભાઈ બધેકા, મનુભાઈ પંચોળી, હરભાઈ ત્રિવેદી જેવા કેળવણીકારો દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા હતા. આઝાદી બાદ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે તેઓ 1948 માં સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન બન્યા હતા. 1954 થી1958 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. કેળવણી પ્રદાન માટે ભારત સરકારે તેમને 1960 માં 'પદ્મશ્રી' નો ઇલકાબ આપ્યો હતો. નાનાભાઈ ભટ્ટે આપણા દેશનો ઇતિહાસ', 'હજરત મહંમદ પયગંબર', 'મહાભારતનાં પાત્રો', 'રામાયણનાં પાત્રો', “લોકરામાયણ”, ‘આફ્રિકાનો પ્રવાસ', 'સંસ્કૃત સુભાષિતો, 'દૃષ્ટાંત કથાઓ 1 અને 2', 'કેળવણીની પગદંડી', 'ઘડતર અને ચણતર-1, 2', 'સંસ્થાનું ચરિત્ર', “પથારીમાં પડ્યાં પડ્યાં' વગેરે રચનાઓ આપી છે. નાનાભાઈ ભટ્ટનું અવસાન 31 ડિસેમ્બર, 1961 ના રોજ સણોસરા, ભાવનગર ખાતે થયું હતું. નાનાભાઈ ભટ્ટના વ્યક્તિત્વના અનેક આયામો હોવા છતાં ગુજરાત તેમને 'પાયાના કેળવણીકાર' તરીકે વધારે ગૌરવ આપે છે.

11th November

Read more
નાનાભાઈ ભટ્ટ જયંતી
11th November

 નાનાભાઈ કાલિદાસ ભટ્ટનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર, 1882 ના ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો. નાનાભાઈ ભટ્ટના કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. બીલખા આશ્રમ ના મહંત શ્રી નથુરામ શર્મા એ નાનાભાઈને આશ્રમમાં રાખીને તેમના શરૂઆતના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. બાદમાં એમ.એ. સુધીનું શિક્ષણ મેળવીને તેમણે ત્રણેક મહિના મહુવાની હાઈસ્કૂલ માં નોકરી કરી હતી. ત્યાર બાદ તેઓ શામળદાસ કોલેજ માં પ્રોફેસર બન્યા હતા. ભાવનગરની આ કોલેજના પ્રોફેસરે...

Read more
વિશ્વ ડાયાબિટીસ દિન
વિશ્વ ડાયાબિટીસ દિન

વિશ્વમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ)નાં દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેથી આ રોગ અંગે જાગૃતિ અને સાવચેતી કેળવવા માટે 'ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન' અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં 1991 થી દર વર્ષે 14 નવેમ્બરે ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ' ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર નો દિવસ ઈન્સ્યુલિનના સહશોધક સર ફેડરિક બેન્કિંગ નો જન્મદિવસ હોવાથી 'વિશ્વ ડાયાબિટીસ દિન' તરીકે આ દિવસની પસંદગી કરવામાં આવી છે.   ડાયાબિટીસ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ ડાયાબિટીસના ઘણા દર્દીઓ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તેથી આ રોગને કારણે વધતી જતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને તેના વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે.   “વિશ્વ ડાયાબિટીસ દિન'ની ઉજવણીના ભાગરૂપે ડાયાબિટીસ સ્ક્રિનિંગ પ્રોગ્રામ્સ, રેડિયો અને ટેલિવિઝન ઝુંબેશ, રમતગમતની ઇવેન્ટ્સ અને અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ડાયાબિટીસની બીમારીને અટકાવવા માટે ફક્ત જાગૃતિ પૂરતી નથી, પણ લોકોની જીવનશૈલી બદલવાની પણ એટલી જ જરૂર છે. અનિયમિત ખાણીપીણી અને શારીરિક શ્રમ કરવાની આળસ, નિયમિત કસરત ન કરવી, જંકફૂડનું વધુ પડતું સેવન, તણાવયુક્ત જીવન, પૂરતી ઊંઘ ન લેવી, વધુ પડતા ગળ્યા પદાર્થોનું સેવન તેમજ આનુવાંશિક કારણોથી વ્યક્તિ ડાયાબિટીસની ઝપેટમાં આવે છે. શું છે ડાયાબિટીસ? ડાયાબિટીસમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં સુગર(ખાંડ)નું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે. ડાયાબિટીસ બે પ્રકારનાં હોય છેઃ ટાઈપ-1 અને ટાઈપ-2. શરીરમાંના ઇન્સ્યૂલિન નામના એક હોર્મોન સાથે આ બન્ને પ્રકારનાં ડાયાબિટીસને સંબંધ છે.   ટાઈપ-1 ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા કોષોનો નાશ થાય છે. ટાઈપ-2 ડાયાબિટીસમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા કોષો ઇન્સ્યૂલિન સંબંધે પ્રતિભાવ આપતા નથી. ડાયાબિટીસનાં લક્ષણો: • વારંવાર તરસ લાગવી • વજન ઘટી જવું. • ખૂબ ભૂખ લાગવી. • શરીરમાં નબળાઈ લાગવી. • વારંવાર પેશાબ આવવો. • ઘા ન રૂઝાવા. • થાક લાગવો. • ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી. • અંધાપો આવવો કે ઝાંખપ વળવી વગેરે... ડાયાબિટીસનાં ઉપર બતાવેલાં લક્ષણો જણાય તો વહેલી તકે તેની તપાસ કરાવવી જોઈએ. ભૂખ્યા પેટે અને જમ્યા પછી લોહીમાં સુગરની તપાસ જેવાં લોહીનાં પરીક્ષણથી ડાયાબિટીસ છે કે નહીં અને શરીરમાં તેનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. સાવધાની: • બ્લડ સુગર લેવલ જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં ફાઈબર ધરાવતાં ફળો અને શાકભાજીનું સેવન કરવું. • ચોકલેટ, કેન્ડી, કુકી અને સોડા જેવા સુગર ધરાવતા પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું અને ઘરનું ભોજન લેવું. • ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા અને અન્ય રોગોથી બચવા માટે વજન નિયંત્રણમાં રાખવું. • ડૉક્ટર અને ડાયેટિશિયન દ્વારા સૂચવવામાં આવતા વિવિધ ડાયટ પ્લાન વિશે સમજી તેનું પાલન કરવું

14th November

Read more
વિશ્વ ડાયાબિટીસ દિન
14th November
વિશ્વમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ)નાં દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેથી આ રોગ અંગે જાગૃતિ અને સાવચેતી કેળવવા માટે 'ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન' અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં 1991 થી દર વર્ષે 14 નવેમ્બરે ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ' ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર નો દિવસ ઈન્સ્યુલિનના સહશોધક સર ફેડરિક બેન્કિંગ નો જન્મદિવસ હોવાથી 'વિશ્વ ડાયાબિટીસ દિન' તરીકે આ દિવસની પસંદગી કરવામાં આવી છે.   ડાયાબિટીસ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ ડાયાબિટીસના ઘણા દર્દીઓ છે અને આ સંખ્યા સતત...
Read more
બિરસા મુંડા જયંતી
બિરસા મુંડા જયંતી

બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 15 નવેમ્બર, 1875 ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાત ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓએ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો. તે સમયમાં તેમના સમાજમાં ખાસ કોઈ શિક્ષણ મેળવતું ન હતું. તેમ છતાં તેમણે તે સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી ખરાબ દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા જાતિના લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ કર્યું.   1894 માં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુર માં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી. 1 ઓક્ટોબર, 1894 ના દિને નવયુવાન નેતાના રૂપમાં મુંડાજાતિના લોકોને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં 1895 માં વ્યાપક આંદોલન 'ઉલ ગુલાન' નું નેતૃત્વ બિરસા મુંડા એ લીધું હતું. જે છોટાનાગપુર નજીકના લગભગ 400 ચોરસ માઈલ વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. 1895 માં એમને ગિરફતાર કરી હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગાર (જેલ)માં બે વર્ષ રાખ્યા, પરંતુ બિરસા અને એમના સાથીઓએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન સ્વતંત્રતાની લડત અને આરોગ્યના ક્ષેત્રે લોકસેવા કરવાના કારણે મહાપુરુષનો દરજ્જો મેળવ્યો હતો.    બિરસા મુંડાએ પોતાના આંદોલનમાં જનજાતિને હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ -- જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. તેમણે મુંડા જનજાતિના લોકોને ગૌરવપૂર્ણ ભૂતકાળના પ્રમાણે જીવન જીવવા પ્રેર્યા અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું તેમની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો.   ઓગસ્ટ, 1897 ના સમયમાં બિરસા અને એમના ચારસો સાથીઓએ તીરકામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. 1898 ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડા જાતિના લોકોની અંગ્રેજ સેના સાથે લડાઇ થઈ. જાન્યુઆરી, 1900 માં ડોમવાડીના ડુંગરોમાં વધુ એક સંઘર્ષ થયો. ત્યારબાદ બિરસાના કેટલાક સાથીઓની ધરપકડ થઇ હતી. અંતે બિરસાએ જાતે ૩ ફેબ્રુઆરી, 1900 ના દિને ચક્રધરપુર માં ધરપકડ વહોરી લીધી.    બિરસા મુંડાએ 9 જૂન, 1900 ના દિવસે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા. તેમની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતાએ 15 નવેમ્બર, 1988 ના દિને ટપાલટિકિટ બહાર પાડી હતી.

15th November

Read more
બિરસા મુંડા જયંતી
15th November
બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 15 નવેમ્બર, 1875 ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાત ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓએ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો. તે સમયમાં તેમના સમાજમાં ખાસ કોઈ શિક્ષણ મેળવતું ન હતું. તેમ છતાં તેમણે તે સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી ખરાબ દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા જાતિના લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે...
Read more
બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)
બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)

બાળવાર્તાઓ બાળગીતો બાળકોને અને બહુ પ્રિય હોય છે. શાળા સમય દરમિયાન વર્ગખંડમાં પુરાઈને ગોખણિયા શિક્ષણના ભાર હેઠળ દબાયેલું ભૂલકું વાર્તા ભૂખ્યું રહી ન જાય તે જરૂરી છે. કુમળી વયના બાળકોની ભાષાશિક્ષણની સફર બાળવાર્તાથી શરૂ થાય એ પણ એટલું જ આવશ્યક છે. તે હેતુથી 2021માં ભાવનગરના દક્ષિણામૂર્તિ ખાતે યુગમૂર્તિ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા ના જન્મદિન 15મી નવેમ્બરને સમગ્ર ગુજરાતમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત થઈ.   જીવન, સાહિત્ય તેમજ શિક્ષણમાં વાર્તાનું અનન્ય મહત્વ છે. પંચતંત્ર એ શિક્ષણ કે બોધ આપવા માટે રચાયેલી વાર્તાઓ જ છે. બાળકોને વાર્તાનો ખજાનો મળી જાય તો બધું જ ભૂલી જાય. આમ, વાર્તા પણ શિક્ષણનું માધ્યમ બને તો શિક્ષણ પણ અસરકારક બને તે આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય છે.    ગિજુભાઈ બધેકા નો જન્મ 15 નવેમ્બર, 1885 ના રોજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. ગિજુભાઈના પિતાનું નામ ભગવાનજી અને માતાનું નામ કાશીબા હતું. તેમનું બાળપણ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ વલભીપુરની શાળામાં લીધું. શિક્ષણ પૂરું કરી 1907 માં તેઓ વ્યવસાય અર્થે પૂર્વ આફ્રિક્રા અને પછી મુંબઈ ગયા હતા. પોતાના પુત્રના શિક્ષણની શરૂઆત થતાં તેમને શિક્ષણમાં રસ પડવા લાગ્યો. આખરે વકીલાતની ધીકતી કમાણી છોડી. ત્યાર પછી 1920 ના દાયકામાં ભાવનગરમાં આવેલા શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં બાળઅધ્યાપન મંદિર ની સ્થાપના થઈ અને ગિજુભાઈ એના આચાર્યપદે નિયુક્ત થયા.   બાળસાહિત્ય અને બાળકેળવણી જગતમાં આમૂલ પરિવર્તન લાવનાર શ્રી ગિજુભાઈ બધેકાએ પરંપરાગત શિક્ષણ પદ્ધતિને પડકારી બાળકેળવણીની આખી વ્યાખ્યા જ બદલી નાખી હતી. શાળામાં વર્ગખંડમાં પુરાઈ રહેલાં બાળકોને એમણે ખુલ્લા આકાશ નીચે મૂકી દીધાં, ગોખીને ભણતાં બાળકોને ખુલ્લી ક્ષિતિજો સામે જોઇને શીખતાં કર્યાં. ભારતીય શિક્ષણનું પ્રચલિત સૂત્ર 'આચાર્ય દેવો ભવ' બદલીને એમણે 'બાળ દેવો ભવ'નો નૂતન ખ્યાલ આપ્યો ગિજુભાઈએ સાહિત્ય સર્જન, શિક્ષણ, બાળસાહિત્ય અને ચિંતન જેવા વિષયો પર ઘણાં પુસ્તકો લખ્યાં છે. જેમાં 'દિવાસ્વપ્ન પુસ્તક ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. તેમને બાળ કેળવણીમાં ઊંડો રસ હોઇ તેમની કાર્યશૈલીને કારણે તેઓ 'મૂછાળી મા'ના હુલામણા નામે પણ ઓળખાય છે. તેમણે બાળ કેળવણી અને બાળ સાહિત્ય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેમનું અવસાન 23 જૂન, 1939ના રોજ થયું હતું.   શાળા કક્ષાએ બાળવાર્તાઓ હવે અભ્યાસક્રમ સાથે વણાઈ જ ગઈ છે, છતાં આ દિન વિશેષ પર વાર્તાથી બાળઘડતર તથા ભાષાસમૃદ્ધિ માટેની વિશેષ જરૂરિયાત ધ્યાને લઇ બાળકો માટે આનંદદાયી બનાવવા માટે બાળવાર્તા દિન ઉજવવામાં આવે છે.

15th November

Read more
બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)
15th November
બાળવાર્તાઓ બાળગીતો બાળકોને અને બહુ પ્રિય હોય છે. શાળા સમય દરમિયાન વર્ગખંડમાં પુરાઈને ગોખણિયા શિક્ષણના ભાર હેઠળ દબાયેલું ભૂલકું વાર્તા ભૂખ્યું રહી ન જાય તે જરૂરી છે. કુમળી વયના બાળકોની ભાષાશિક્ષણની સફર બાળવાર્તાથી શરૂ થાય એ પણ એટલું જ આવશ્યક છે. તે હેતુથી 2021માં ભાવનગરના દક્ષિણામૂર્તિ ખાતે યુગમૂર્તિ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા ના જન્મદિન 15મી નવેમ્બરને સમગ્ર ગુજરાતમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત થઈ.   જીવન, સાહિત્ય તેમજ શિક્ષણમાં વાર્તાનું અનન્ય મહત્વ છે. પંચતંત્ર એ શિક્ષણ કે બોધ આપવા માટે રચાયેલી...
Read more
વિશ્વ બાળ અધિકાર દિન
વિશ્વ બાળ અધિકાર દિન

"પોતાનાં બાળકોના અધિકારોની રક્ષા કરો, તેઓ આપણા ભવિષ્યની સુરક્ષા કરશે."   વિશ્વભરમાં બાળકોમાં જાગૃતિ અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા દર વર્ષે 20 નવેમ્બરે 'વિશ્વ બાળ અધિકાર દિન' ઉજવવામાં આવે છે.   20 નવેમ્બર એક મહત્વપૂર્ણ દિવસ છે. કારણકે 20 નવેમ્બર, 1959 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારોની ઘોષણા સ્વીકારી હતી. 20 નવેમ્બર, 1989 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળ અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1990થી વિશ્વ બાળ અધિકાર દિનની ઉજવણી થાય છે. UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારો પર ઘોષણા અને સંમેલન બંનેનું આયોજન કર્યું હતું.   'વિશ્વ બાળ અધિકાર દિન' બાળકોના અધિકારોની હિમાયત, પ્રોત્સાહન અને ઉજવણી કરવા, સંવાદો અને ક્રિયાઓનો અમલ કરવા પ્રેરણાત્મક બને છે. જે બાળકો માટે વધુ સારી દુનિયાનું નિર્માણ કરશે.   ‘વિશ્વ બાળ અધિકાર દિન' એ વાતની યાદ આપે છે કે દરેક બાળક ખાસ છે. બાળકોના સારા ભવિષ્ય માટે એમની મૂળ જરૂરિયાતો અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું જરૂરી છે.    વિદ્યાર્થીઓ ઉમદા શિક્ષણ મેળવે તથા બાળમજૂરોનું પ્રમાણ ઘટે તે માટેના પ્રયાસ હાથ ધરવા જોઈએ. જે જગ્યાએ બાળમજૂરી થતી હોય ત્યાંથી આપણે વસ્તુની ખરીદી ન કરીએ. તેમને બાળક પાસે મજૂરી ન કરાવવા માટે સમજ આપીએ.   આ દિવસે બાળકો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.બાળકોના શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય વગેરેની સાથે સાથે શારીરિક અને માનસિક વિકાસ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. બાળકોની ક્ષમતા અને પ્રતિભા ખીલે એવા પ્રયત્નો સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

20th November

Read more
વિશ્વ બાળ અધિકાર દિન
20th November
"પોતાનાં બાળકોના અધિકારોની રક્ષા કરો, તેઓ આપણા ભવિષ્યની સુરક્ષા કરશે."   વિશ્વભરમાં બાળકોમાં જાગૃતિ અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા દર વર્ષે 20 નવેમ્બરે 'વિશ્વ બાળ અધિકાર દિન' ઉજવવામાં આવે છે.   20 નવેમ્બર એક મહત્વપૂર્ણ દિવસ છે. કારણકે 20 નવેમ્બર, 1959 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારોની ઘોષણા સ્વીકારી હતી. 20 નવેમ્બર, 1989 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળ અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1990થી વિશ્વ બાળ અધિકાર દિનની ઉજવણી થાય છે. UN જનરલ એસેમ્બલીએ બાળકોના...
Read more
વિશ્વ મત્સ્યપાલન દિન
વિશ્વ મત્સ્યપાલન દિન

વિશ્વ મત્સ્યપાલન દિન (WFD) દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વભરના તમામ માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની સાથે એકતા દર્શાવવા માટેનો આ દિવસ છે.   તેની શરૂઆત વર્ષ 1997 માં કરવામાં આવી હતી, જ્યારે નવી દિલ્હી માં 'વર્લ્ડ ફોરમ ઓફ ફિશહાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સ' ની બેઠક યોજાઈ હતી, જેમાં 18 દેશોના પ્રતિનિધિઓ સાથે 'વર્લ્ડ ફિશરીઝ ફોરમ'ની રચના કરવામાં આવી હતી. તેમાં એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ ઘોષણાનો હેતુ માછીમારી પ્રથાઓ અને નીતિઓ નક્કી કરવી, અતિશય માછીમારી પ્રવૃત્તિઓ, વસવાટના વિનાશ અને દરિયાઈ સંસાધનોનું ટકાઉપણું જેવા અન્ય ગંભીર જોખમો તરફ ધ્યાન દોરવાનો હતો.   મત્સ્યઉદ્યોગ એ દરિયાકાંઠાના અને અન્ય વિસ્તારોમાં રહેતાં જળચર જીવો સંબંધિત છે. મત્સ્યોદ્યોગ એ જળચર ઉછેર પ્રક્રિયા, માર્કેટિંગ અને વિતરણના આધારે વિશ્વભરના આશરે 800 મિલિયન થી વધુ લોકોને રોજગારીની તકો પૂરી પાડે છે. ઘણા લોકો માટે તે તેમની પરંપરાગત સાંસ્કૃતિક ઓળખનો પણ એક ભાગ છે. વૈશ્વિક મત્સ્ય સંસાધનોના ટકાઉપણા માટે ગેરકાયદેસર અને અનિયંત્રિત માછીમારી એ સૌથી મોટો ખતરો છે.   છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ભારતની માછલીની નિકાસ આશરે છેતાલીસ હજાર કરોડ રૂપિયા ની હતી, જે ભારતની કૃષિ નિકાસના લગભગ 18% છે. ભારતે વર્ષ 2024-25 સુધીમાં 22 મિલિયન મેટ્રિક ટન માછલી ઉત્પાદનનું લક્ષ્ય હાંસલ કરવાનું નક્કી કર્યું છે. સમય સાથે ભારત સરકારે મત્સ્યોદ્યોગ માટેના બજેટમાં ઘણો વધારો કર્યો છે. ભારત વિશ્વમાં જળચર ઉછેર દ્વારા માછલીનું ઉત્પાદન કરતો બીજો અને વિશ્વમાં માછલીની નિકાસ કરતો ચોથો સૌથી મોટો દેશ છે. કારણકે તે વૈશ્વિક માછલી ઉત્પાદનમાં 7.7% ફાળો આપે છે. આ ક્ષેત્ર દેશમાં 2.8 કરોડ થી વધુ લોકોને આજીવિકા પૂરી પાડે છે. માળખાકીય સુવિધાના પડકારો હોવા છતાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેન્દ્ર સરકારનાં પગલાંથી મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વાર્ષિક 10% થી વધુ વૃદ્ધિ દર નોંધાતો રહ્યો છે.   મત્સ્યોદ્યોગને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં વાતાવરણીય ફેરફાર અને જળાશયોમાં પ્લાસ્ટિક તથા અન્ય હાનિકારક પદાર્થો જળચર જીવો માટે વિનાશક બન્યા છે.   મત્સ્યોદ્યોગના વિકાસ માટે સરકાર ઘણા પ્રયાસો કરી રહી છે. આર્થિક પ્રવૃત્તિનાં કેન્દ્રો તરીકે પાંચ મુખ્ય માછીમારી બંદરો (કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઘાટ)નો વિકાસ માછીમારી હાર્બર નામની યોજના અંતર્ગત કર્યો છે. તમિલનાડુ માં બહુહેતુક સીવીડ પાર્ક હબ યોજના અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કેન્દ્ર છે. જેમાં આશરે 15 લાખ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો વગેરેને પ્રત્યક્ષ રોજગારી મળી રહેશે. જે પરોક્ષ રોજગારની તકોના સ્વરૂપમાં આ સંખ્યા લગભગ ત્રણ ગણી હશે. નજીકનાં વર્ષોમાં માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે. આવી તો ઘણી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. જેના દ્વારા મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન મળી રહે છે.    આપણા ગુજરાત રાજ્યને આશરે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે, જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં મત્સ્યોદ્યોગ વિકસ્યો છે.

21st November

Read more
વિશ્વ મત્સ્યપાલન દિન
21st November
વિશ્વ મત્સ્યપાલન દિન (WFD) દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વભરના તમામ માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની સાથે એકતા દર્શાવવા માટેનો આ દિવસ છે.   તેની શરૂઆત વર્ષ 1997 માં કરવામાં આવી હતી, જ્યારે નવી દિલ્હી માં 'વર્લ્ડ ફોરમ ઓફ ફિશહાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સ' ની બેઠક યોજાઈ હતી, જેમાં 18 દેશોના પ્રતિનિધિઓ સાથે 'વર્લ્ડ ફિશરીઝ ફોરમ'ની રચના કરવામાં આવી હતી. તેમાં એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ ઘોષણાનો હેતુ માછીમારી પ્રથાઓ અને નીતિઓ નક્કી કરવી, અતિશય માછીમારી પ્રવૃત્તિઓ,...
Read more
બંધારણ દિન (રાષ્ટ્રીય કાયદા દિન)
બંધારણ દિન (રાષ્ટ્રીય કાયદા દિન)

આપણાં દેશમાં 26 નવેમ્બર ‘બંધારણ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.   બંધારણ દિનને ‘રાષ્ટ્રીય કાયદા દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19 નવેમ્બર, 2015 ના રોજ 26 નવેમ્બરને ‘રાષ્ટ્રીય બંધારણ દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.   બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન - ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકર હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં ડૉ. ભીમરાવ આંબેડકર નું વિશેષ યોગદાન હતું. તેથી તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે ઓળખવામાં આવે છે.   બંધારણસભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946 ના રોજ મળી હતી. બંધારણસભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા-જુદા દેશના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારત દેશની આઝાદી બાદ 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું. ત્યાર બાદ તેને 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું.   ભારતીય બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી, પણ આ નકલો હાથથી લખીને તૈયાર કરવામાં આવી હતી. હાલમાં બંધારણની મૂળ નકલો સંસદની લાઇબ્રેરીમાં હિલિયમથી ભરેલા બોક્સ/કેસમાં રાખવામાં આવી છે. મૂળરૂપે ભારતનું બંધારણ અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખવામાં આવ્યું હતું. બંધારણની વિશેષતાઓ : (1) લોકશાહી (2) બિનસાંપ્રદાયિક (3) પ્રજાસત્તાક (4) સંઘરાજ્ય સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકારની રચના કરવામાં આવે છે : (A) સંઘ સરકાર અને (B) રાજ્ય સરકાર મૂળભૂત હક : (1) સમાનતાનો હક (2) સ્વતંત્રતાનો હક (3) શોષણ સામે વિરોધનો હક (4) ધાર્મિક સ્વતંત્રતાનો હક (5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક (6) બંધારણીય ઈલાજોનો હક

26th November

Read more
બંધારણ દિન (રાષ્ટ્રીય કાયદા દિન)
26th November
આપણાં દેશમાં 26 નવેમ્બર ‘બંધારણ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.   બંધારણ દિનને ‘રાષ્ટ્રીય કાયદા દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19 નવેમ્બર, 2015 ના રોજ 26 નવેમ્બરને ‘રાષ્ટ્રીય બંધારણ દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.   બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે,...
Read more
ડૉ. વર્ગીસ કુરિયન જયંતી (રાષ્ટ્રીય દૂધ દિન)
ડૉ. વર્ગીસ કુરિયન જયંતી (રાષ્ટ્રીય દૂધ દિન)

ડૉ. વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેતક્રાંતિના પિતા ગણાય છે. તેઓ સામાજિક ઉદ્યોગના દૃષ્ટા હતા. વિશ્વમાં સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ‘ઓપરેશન ફ્લડ' ને કારણે ભારત અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ)ને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો. ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી સ્વરોજગારીવાળો મોટો ઉદ્યોગ બન્યો, જેને કારણે પશુપાલકોની રોજગારી, આવક, રોકાણ, પોષણ, શિક્ષણ અને તંદુરસ્તીમાં વધારો જોવા મળ્યો છે. ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસને દેશમાં ‘રાષ્ટ્રીય દૂઘ દિન' (National Milk Day) તરીકે ઉજવવામાં આવે છે. 2014થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે.   ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર, 1921 ના રોજ કોઝિકોડ, કેરળમાં થયો હતો. તેમના પિતાનું નામ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા હતું. ડૉ. કુરિયને બેચલર ઑફ એન્જીનિયરીંગ (B.E.) તેમજ ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. આ ડિગ્રીઓ બાદ કુરિયને જમશેદપુર સ્થિત ટાટા સ્ટીલ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. તેઓ સરકારી સ્કોલરશીપ મેળવી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા. જ્યાં તેમણે મિશિગન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ એન્જીનિયરીંગ (M.E.)ની ડિગ્રી મેળવી હતી. ડૉ. વર્ગીસ કુરિયને સ્નાતક અને ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 13 મે, 1949 ના રોજ આણંદ સ્થિત દૂધની સહકારી સંશોધન સંસ્થામાં આવ્યા. તે સમયે ખેડા જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘ ખાનગી પોલસન ડેરી સામે ઝઝૂમી રહ્યો હતો. આવા કપરા સંજોગોમાં તેઓ ઇજનેરી નોકરી છોડીને ત્રિભુવનદાસ પટેલ સાથે જોડાયા અને દેશ વિદેશમાં પ્રખ્યાત એવી ‘અમૂલ' ડેરીનો જન્મ થયો. AMUL એટલે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અમૂલની સફળતાના પાયા પર રાષ્ટ્રીય દૂધ વિકાસ બોર્ડ (NDDB) અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેવી સંસ્થાઓ સ્થપાઇ, જેનું સુકાન પણ ડૉ. કુરિયને સફળતાપૂર્વક સંભાળ્યું હતું.   ડૉ. વર્ગીસ કુરિયનને અનેક ઍવોર્ડ મળ્યા હતા. જેમાં સાત જેટલા આંતરરાષ્ટ્રીય એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને વર્લ્ડ ફૂડપ્રાઇઝ, ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટ, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના ‘મિલ્કમેન ઓફ ઇંડિયા' તરીકે ઓળખાતા ડૉ. વર્ગીસ કુરિયન ટૂંકી માંદગી પછી 90 વર્ષની વયે 9 સપ્ટેમ્બર, 2012 ના રોજ નડિયાદમાં અવસાન પામ્યા હતા. વર્ગીસ કુરિયનનું મોટાભાગનું જીવન ગુજરાતમાં પસાર થયું હતું.   આ દિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ પણ છે. કુરિયન જેના પ્રણેતા હતા તે શ્વેતક્રાંતિનાં મધુરાં ફળ આપણે ચાખીએ છીએ. આજથી માત્ર પચાસ વર્ષ પહેલાં ખેતીની સાથે માત્ર ખેતી આધારિત પૂરક ઉદ્યોગ તરીકે પશુપાલન થતું હતું. તેના બદલે હાલ પશુપાલન મુખ્ય વ્યવસાય બન્યો છે. વિશેષ તો ખેડૂતોની આર્થિક સ્થિતિને ઊંચે ઉઠાવી તેમનાં જીવનધોરણને ગુણાત્મક બનાવવામાં ડેરી ઉદ્યોગનો મહત્વનો ફાળો છે.

26th November

Read more
ડૉ. વર્ગીસ કુરિયન જયંતી (રાષ્ટ્રીય દૂધ દિન)
26th November
ડૉ. વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેતક્રાંતિના પિતા ગણાય છે. તેઓ સામાજિક ઉદ્યોગના દૃષ્ટા હતા. વિશ્વમાં સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ‘ઓપરેશન ફ્લડ' ને કારણે ભારત અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ)ને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો. ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી સ્વરોજગારીવાળો મોટો ઉદ્યોગ બન્યો, જેને કારણે પશુપાલકોની રોજગારી, આવક, રોકાણ, પોષણ, શિક્ષણ અને તંદુરસ્તીમાં વધારો જોવા મળ્યો છે. ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસને દેશમાં ‘રાષ્ટ્રીય દૂઘ દિન' (National Milk Day) તરીકે ઉજવવામાં આવે છે. 2014થી આ દિવસની ઉજવણી...
Read more
ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી
ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી

બિનતારી (Wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક અને જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિમાં સંવેદના તેની પ્રતીતિ કરનાર મહાન ભારતીય વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર, 1858 માં હાલના બાંગ્લાદેશમાં આવેલા મેમનસિંહના રરૌલી ગામમાં થયો હતો.   ડૉ. જગદીશચંદ્ર બોઝ ના પિતાજી ભગવાનચંદ્ર બોઝ ન્યાયાધીશ હતા. આર્થિક રીતે સંપન્ન તેમના પિતા તેમને સરળતાથી અંગ્રેજી શાળામાં મોકલી શક્યા હોત, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે પુત્ર અંગ્રેજી શિક્ષણ લેતાં પહેલાં તેની માતૃભાષા શીખે અને તેની સંસ્કૃતિને સારી રીતે જાણે. શાળા શિક્ષણ બાદ તેમણે કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય માં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879 માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કર્યા બાદ પ્રખર વિજ્ઞાની લોર્ડ રેલે થી પ્રભાવિત થઈ તેઓ મેડિસિનનું ક્ષેત્ર છોડીને ભૌતિક વિજ્ઞાન તરફ દોરાયા. પ્રાકૃતિક વિજ્ઞાનમાં 'ટ્રાયપોસ'ની પદવી સાથે તેઓ ભારત પાછા ફર્યા.   1885 માં કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજ માં ભૌતિક- વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને 1915 સુધી આ પદ ઉપર રહીને અધ્યાપન કાર્ય કર્યું. 1896 માં લંડન વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની ઉપાધિ આપી. પ્રેસિડેંસી કૉલેજમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 1917 માં બોઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને 1937 સુધી તેના નિયામક પદે રહ્યા.   કોલકાતા આવ્યા પછી શરૂઆતમાં ડૉ. જગદીશચંદ્ર બોઝે દ્વિ-વક્રીભવન અંગે સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. પછીથી તેમણે વિદ્યુત ચુંબકીય તરંગો પર પણ કાર્ય કર્યું હતું. તેઓએ સૌ પ્રથમ માઈક્રોવેવ (સૂક્ષ્મ તરંગો)નો ઉપયોગ પદાર્થની સંરચના સમજવા માટે કર્યો. તેમાં તેમણે બનાવેલા ઉપકરણને આપણે વેબગાઈડ તરીકે ઓળખીએ છીએ. રેડિયો તરંગના પ્રસારણ સાથે સંકળાયેલા ઈટલીના વિખ્યાત વૈજ્ઞાનિક અને ઇલેક્ટ્રિક એન્જિનિયર જી. માર્કોની એ તરંગોનો અભ્યાસ હાથ પર લીધો. તેના પહેલાં ડૉ. જગદીશચંદ્ર બોઝે એ કાર્ય હાથ પર લીધું હતું. કહેવાય છે તેમણે શોધેલા વાયરલેસ રેડિયો જેવાં ઉપકરણને લીધે જ રેડિયોનો વિકાસ થયો હતો. પરંતુ તેમના પોતાના નામે પેટન્ટ ન હોવાને કારણે રેડિયોની શોધ નો શ્રેય માર્કોનીને જ મળે છે. પછી તેઓ વનસ્પતિ વિજ્ઞાન ના અભ્યાસમાં લાગી ગયા. ડૉ. બોઝે ક્રેસ્કોગ્રાફ નામના સાધનની શોધ કરી. તે આસપાસના વિવિધ તરંગોને માપી શકતું હતું. તેમણે પ્રયોગો દ્વારા દાવો કર્યો કે વૃક્ષો અને છોડમાં જીવન છે, એ સાબિત કરવાનો પ્રયોગ રોયલ સોસાયટી માં થયો અને સમગ્ર વિશ્વએ તેની શોધની પ્રશંસા કરી. તેમણે છોડની ઉત્તેજનાને એક ચિહ્નના માધ્યમથી મશીનમાં દર્શાવી. આ પછી તેમણે તે છોડના મૂળમાં બ્રોમાઇડ નાખ્યું. જેના કારણે છોડની પ્રવૃત્તિઓ અનિયમિત થવા લાગી. આ પછી છોડમાં ઉત્તેજના માપવાવાળા ક્રેસ્કોગ્રાફ યંત્રે કોઈપણ પ્રવૃત્તિ દર્શાવવાનું બંધ કર્યું. જેનો અર્થ એ થયો કે છોડ મરી ગયો હતો. આમ, તેમણે સિદ્ધ કરી બતાવ્યું કે વનસ્પતિમાં જીવનાં લક્ષણો છે. વનસ્પતિમાં સંવેદનાની પ્રતીતિ કરી. આ શોધે જગતને આંજી દીધું.   કોલકાતામાં આવેલા બોટેનિકલ ગાર્ડનનું નામ "આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન" આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે લંડન રોયલ સોસાયટી એના નિયમ પ્રમાણે એક વ્યક્તિને એક જ વાર વ્યાખ્યાતા તરીકે આમંત્રણ આપતી પણ ડૉ. જગદીશચંદ્ર બોઝ એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા, જેમને રોયલ સોસાયટીએ ત્રણ વાર બોલાવ્યા. બ્રિટિશ સરકારે ડૉ. જગદીશચંદ્ર બોઝ ને 'કમાન્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર' અને 'નાઈટ'ની ઉપાધિ આપી હતી.   જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર તેમજ પુરાતત્વશાસ્ત્રના ઊંડા અભ્યાસી એવા આ મહાન વૈજ્ઞાનિકનું 23મી નવેમ્બર, 1947 ના રોજ બિહારમાં અવસાન થયું.

30th November

Read more
ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી
30th November
બિનતારી (Wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક અને જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિમાં સંવેદના તેની પ્રતીતિ કરનાર મહાન ભારતીય વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર, 1858 માં હાલના બાંગ્લાદેશમાં આવેલા મેમનસિંહના રરૌલી ગામમાં થયો હતો.   ડૉ. જગદીશચંદ્ર બોઝ ના પિતાજી ભગવાનચંદ્ર બોઝ ન્યાયાધીશ હતા. આર્થિક રીતે સંપન્ન તેમના પિતા તેમને સરળતાથી અંગ્રેજી શાળામાં મોકલી શક્યા હોત, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે પુત્ર અંગ્રેજી શિક્ષણ લેતાં પહેલાં તેની માતૃભાષા શીખે અને તેની સંસ્કૃતિને સારી રીતે જાણે. શાળા શિક્ષણ બાદ તેમણે કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા
Read more