-
ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી
ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી
30th November
બિનતારી (Wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક અને જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિમાં સંવેદના તેની પ્રતીતિ કરનાર મહાન ભારતીય વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર, 1858 માં હાલના બાંગ્લાદેશમાં આવેલા મેમનસિંહના રરૌલી ગામમાં થયો હતો.
ડૉ. જગદીશચંદ્ર બોઝ ના પિતાજી ભગવાનચંદ્ર બોઝ ન્યાયાધીશ હતા. આર્થિક રીતે સંપન્ન તેમના પિતા તેમને સરળતાથી અંગ્રેજી શાળામાં મોકલી શક્યા હોત, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે પુત્ર અંગ્રેજી શિક્ષણ લેતાં પહેલાં તેની માતૃભાષા શીખે અને તેની સંસ્કૃતિને સારી રીતે જાણે. શાળા શિક્ષણ બાદ તેમણે કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય માં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879 માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કર્યા બાદ પ્રખર વિજ્ઞાની લોર્ડ રેલે થી પ્રભાવિત થઈ તેઓ મેડિસિનનું ક્ષેત્ર છોડીને ભૌતિક વિજ્ઞાન તરફ દોરાયા. પ્રાકૃતિક વિજ્ઞાનમાં 'ટ્રાયપોસ'ની પદવી સાથે તેઓ ભારત પાછા ફર્યા.
1885 માં કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજ માં ભૌતિક- વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને 1915 સુધી આ પદ ઉપર રહીને અધ્યાપન કાર્ય કર્યું. 1896 માં લંડન વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની ઉપાધિ આપી. પ્રેસિડેંસી કૉલેજમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 1917 માં બોઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને 1937 સુધી તેના નિયામક પદે રહ્યા.
કોલકાતા આવ્યા પછી શરૂઆતમાં ડૉ. જગદીશચંદ્ર બોઝે દ્વિ-વક્રીભવન અંગે સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. પછીથી તેમણે વિદ્યુત ચુંબકીય તરંગો પર પણ કાર્ય કર્યું હતું. તેઓએ સૌ પ્રથમ માઈક્રોવેવ (સૂક્ષ્મ તરંગો)નો ઉપયોગ પદાર્થની સંરચના સમજવા માટે કર્યો. તેમાં તેમણે બનાવેલા ઉપકરણને આપણે વેબગાઈડ તરીકે ઓળખીએ છીએ. રેડિયો તરંગના પ્રસારણ સાથે સંકળાયેલા ઈટલીના વિખ્યાત વૈજ્ઞાનિક અને ઇલેક્ટ્રિક એન્જિનિયર જી. માર્કોની એ તરંગોનો અભ્યાસ હાથ પર લીધો. તેના પહેલાં ડૉ. જગદીશચંદ્ર બોઝે એ કાર્ય હાથ પર લીધું હતું. કહેવાય છે તેમણે શોધેલા વાયરલેસ રેડિયો જેવાં ઉપકરણને લીધે જ રેડિયોનો વિકાસ થયો હતો. પરંતુ તેમના પોતાના નામે પેટન્ટ ન હોવાને કારણે રેડિયોની શોધ નો શ્રેય માર્કોનીને જ મળે છે. પછી તેઓ વનસ્પતિ વિજ્ઞાન ના અભ્યાસમાં લાગી ગયા. ડૉ. બોઝે ક્રેસ્કોગ્રાફ નામના સાધનની શોધ કરી. તે આસપાસના વિવિધ તરંગોને માપી શકતું હતું. તેમણે પ્રયોગો દ્વારા દાવો કર્યો કે વૃક્ષો અને છોડમાં જીવન છે, એ સાબિત કરવાનો પ્રયોગ રોયલ સોસાયટી માં થયો અને સમગ્ર વિશ્વએ તેની શોધની પ્રશંસા કરી. તેમણે છોડની ઉત્તેજનાને એક ચિહ્નના માધ્યમથી મશીનમાં દર્શાવી. આ પછી તેમણે તે છોડના મૂળમાં બ્રોમાઇડ નાખ્યું. જેના કારણે છોડની પ્રવૃત્તિઓ અનિયમિત થવા લાગી. આ પછી છોડમાં ઉત્તેજના માપવાવાળા ક્રેસ્કોગ્રાફ યંત્રે કોઈપણ પ્રવૃત્તિ દર્શાવવાનું બંધ કર્યું. જેનો અર્થ એ થયો કે છોડ મરી ગયો હતો. આમ, તેમણે સિદ્ધ કરી બતાવ્યું કે વનસ્પતિમાં જીવનાં લક્ષણો છે. વનસ્પતિમાં સંવેદનાની પ્રતીતિ કરી. આ શોધે જગતને આંજી દીધું.
કોલકાતામાં આવેલા બોટેનિકલ ગાર્ડનનું નામ "આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન" આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે લંડન રોયલ સોસાયટી એના નિયમ પ્રમાણે એક વ્યક્તિને એક જ વાર વ્યાખ્યાતા તરીકે આમંત્રણ આપતી પણ ડૉ. જગદીશચંદ્ર બોઝ એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા, જેમને રોયલ સોસાયટીએ ત્રણ વાર બોલાવ્યા. બ્રિટિશ સરકારે ડૉ. જગદીશચંદ્ર બોઝ ને 'કમાન્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર' અને 'નાઈટ'ની ઉપાધિ આપી હતી.
જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર તેમજ પુરાતત્વશાસ્ત્રના ઊંડા અભ્યાસી એવા આ મહાન વૈજ્ઞાનિકનું 23મી નવેમ્બર, 1947 ના રોજ બિહારમાં અવસાન થયું.