-
ડૉ. સી. વી. રામન જયંતી
ડૉ. સી. વી. રામન જયંતી
શ્રી ચંદ્રશેખર વેંકટ રામન (ડૉ. સી. વી. રામન) મહાન ભૌતિક વૈજ્ઞાનિક હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર (Raman Effect) માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા.
ડૉ. સી. વી. રામન નો જન્મ 7 નવેમ્બર, 1888 ના રોજ ભારતના તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં થયો હતો. એમની માતૃભાષા તમિલ હતી. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે ડૉ. સી. વી. રામનને ઘરમાં જ ભણવાનું યોગ્ય વાતાવરણ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસને કારણે વિદ્યાર્થી આલમમાં તેઓ ખૂબ પ્રિય થયા હતા. ખગોળશાસ્ત્ર માં પણ તેમને ઊંડો રસ હતો.
ડૉ. સી. વી. રામને પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નઈમાંથી 1904 માં સ્નાતક ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. 1907 માં એમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૪૦% થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત ઇન્ડિયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ માં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે કોલકાતાથી કરી હતી. 1922 માં કોલકાતા યુનિવર્સિટીએ તેમને ડૉકટર ઓફ સાયન્સની પદવી આપી. તેમજ લંડન રોયલ સોસાયટીએ તેમને ફેલોશીપ પણ આપી.
ડૉ. સી. વી. રામને 1928 ની 28 ફેબ્રુઆરી ના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. જેના આધારે તેમણે રામન ઈફેક્ટની શોધ કરી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે રામન ઈફેક્ટને સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં સૌ પ્રથમ નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં 28મી ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. રામન ઈફેક્ટમાં તેમણે પ્રકાશનાં કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે ઊંડું સંશોધન કર્યુ હતું. 1954 માં ડૉ. સી. વી. રામનને “ભારતરત્ન'નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં આટલી ઉચ્ચ સિદ્ધિ મેળવી હોવા છતાં પણ તેમના જીવનમાં સાદગી અને ભારતીય પરંપરા જોવા મળતાં હતાં, જેની નોંધ સમકાલીન લોકોએ લીધી છે.