-
બિરસા મુંડા જયંતી
બિરસા મુંડા જયંતી
15th November
બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 15 નવેમ્બર, 1875 ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાત ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓએ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો. તે સમયમાં તેમના સમાજમાં ખાસ કોઈ શિક્ષણ મેળવતું ન હતું. તેમ છતાં તેમણે તે સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી ખરાબ દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા જાતિના લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ કર્યું.
1894 માં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુર માં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી. 1 ઓક્ટોબર, 1894 ના દિને નવયુવાન નેતાના રૂપમાં મુંડાજાતિના લોકોને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં 1895 માં વ્યાપક આંદોલન 'ઉલ ગુલાન' નું નેતૃત્વ બિરસા મુંડા એ લીધું હતું. જે છોટાનાગપુર નજીકના લગભગ 400 ચોરસ માઈલ વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. 1895 માં એમને ગિરફતાર કરી હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગાર (જેલ)માં બે વર્ષ રાખ્યા, પરંતુ બિરસા અને એમના સાથીઓએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન સ્વતંત્રતાની લડત અને આરોગ્યના ક્ષેત્રે લોકસેવા કરવાના કારણે મહાપુરુષનો દરજ્જો મેળવ્યો હતો.
બિરસા મુંડાએ પોતાના આંદોલનમાં જનજાતિને હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ -- જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. તેમણે મુંડા જનજાતિના લોકોને ગૌરવપૂર્ણ ભૂતકાળના પ્રમાણે જીવન જીવવા પ્રેર્યા અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું તેમની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો.
ઓગસ્ટ, 1897 ના સમયમાં બિરસા અને એમના ચારસો સાથીઓએ તીરકામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. 1898 ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડા જાતિના લોકોની અંગ્રેજ સેના સાથે લડાઇ થઈ. જાન્યુઆરી, 1900 માં ડોમવાડીના ડુંગરોમાં વધુ એક સંઘર્ષ થયો. ત્યારબાદ બિરસાના કેટલાક સાથીઓની ધરપકડ થઇ હતી. અંતે બિરસાએ જાતે ૩ ફેબ્રુઆરી, 1900 ના દિને ચક્રધરપુર માં ધરપકડ વહોરી લીધી.
બિરસા મુંડાએ 9 જૂન, 1900 ના દિવસે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા. તેમની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતાએ 15 નવેમ્બર, 1988 ના દિને ટપાલટિકિટ બહાર પાડી હતી.