-
વિશ્વ ડાયાબિટીસ દિન
વિશ્વ ડાયાબિટીસ દિન
14th November
વિશ્વમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ)નાં દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેથી આ રોગ અંગે જાગૃતિ અને સાવચેતી કેળવવા માટે 'ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન' અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં 1991 થી દર વર્ષે 14 નવેમ્બરે ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ' ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર નો દિવસ ઈન્સ્યુલિનના સહશોધક સર ફેડરિક બેન્કિંગ નો જન્મદિવસ હોવાથી 'વિશ્વ ડાયાબિટીસ દિન' તરીકે આ દિવસની પસંદગી કરવામાં આવી છે.
ડાયાબિટીસ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ ડાયાબિટીસના ઘણા દર્દીઓ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તેથી આ રોગને કારણે વધતી જતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને તેના વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે.
“વિશ્વ ડાયાબિટીસ દિન'ની ઉજવણીના ભાગરૂપે ડાયાબિટીસ સ્ક્રિનિંગ પ્રોગ્રામ્સ, રેડિયો અને ટેલિવિઝન ઝુંબેશ, રમતગમતની ઇવેન્ટ્સ અને અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ડાયાબિટીસની બીમારીને અટકાવવા માટે ફક્ત જાગૃતિ પૂરતી નથી, પણ લોકોની જીવનશૈલી બદલવાની પણ એટલી જ જરૂર છે. અનિયમિત ખાણીપીણી અને શારીરિક શ્રમ કરવાની આળસ, નિયમિત કસરત ન કરવી, જંકફૂડનું વધુ પડતું સેવન, તણાવયુક્ત જીવન, પૂરતી ઊંઘ ન લેવી, વધુ પડતા ગળ્યા પદાર્થોનું સેવન તેમજ આનુવાંશિક કારણોથી વ્યક્તિ ડાયાબિટીસની ઝપેટમાં આવે છે.
શું છે ડાયાબિટીસ?
ડાયાબિટીસમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં સુગર(ખાંડ)નું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે. ડાયાબિટીસ બે પ્રકારનાં હોય છેઃ ટાઈપ-1 અને ટાઈપ-2. શરીરમાંના ઇન્સ્યૂલિન નામના એક હોર્મોન સાથે આ બન્ને પ્રકારનાં ડાયાબિટીસને સંબંધ છે.
ટાઈપ-1 ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા કોષોનો નાશ થાય છે.
ટાઈપ-2 ડાયાબિટીસમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા કોષો ઇન્સ્યૂલિન સંબંધે પ્રતિભાવ આપતા નથી.
ડાયાબિટીસનાં લક્ષણો:
• વારંવાર તરસ લાગવી
• વજન ઘટી જવું.
• ખૂબ ભૂખ લાગવી.
• શરીરમાં નબળાઈ લાગવી.
• વારંવાર પેશાબ આવવો.
• ઘા ન રૂઝાવા.
• થાક લાગવો.
• ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી.
• અંધાપો આવવો કે ઝાંખપ વળવી વગેરે...
ડાયાબિટીસનાં ઉપર બતાવેલાં લક્ષણો જણાય તો વહેલી તકે તેની તપાસ કરાવવી જોઈએ. ભૂખ્યા પેટે અને જમ્યા પછી લોહીમાં સુગરની તપાસ જેવાં લોહીનાં પરીક્ષણથી ડાયાબિટીસ છે કે નહીં અને શરીરમાં તેનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે.
સાવધાની:
• બ્લડ સુગર લેવલ જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં ફાઈબર ધરાવતાં ફળો અને શાકભાજીનું સેવન કરવું.
• ચોકલેટ, કેન્ડી, કુકી અને સોડા જેવા સુગર ધરાવતા પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું અને ઘરનું ભોજન લેવું.
• ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા અને અન્ય રોગોથી બચવા માટે વજન નિયંત્રણમાં રાખવું.
• ડૉક્ટર અને ડાયેટિશિયન દ્વારા સૂચવવામાં આવતા વિવિધ ડાયટ પ્લાન વિશે સમજી તેનું પાલન કરવું