-
બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)
બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)
15th November
બાળવાર્તાઓ બાળગીતો બાળકોને અને બહુ પ્રિય હોય છે. શાળા સમય દરમિયાન વર્ગખંડમાં પુરાઈને ગોખણિયા શિક્ષણના ભાર હેઠળ દબાયેલું ભૂલકું વાર્તા ભૂખ્યું રહી ન જાય તે જરૂરી છે. કુમળી વયના બાળકોની ભાષાશિક્ષણની સફર બાળવાર્તાથી શરૂ થાય એ પણ એટલું જ આવશ્યક છે. તે હેતુથી 2021માં ભાવનગરના દક્ષિણામૂર્તિ ખાતે યુગમૂર્તિ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા ના જન્મદિન 15મી નવેમ્બરને સમગ્ર ગુજરાતમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત થઈ.
જીવન, સાહિત્ય તેમજ શિક્ષણમાં વાર્તાનું અનન્ય મહત્વ છે. પંચતંત્ર એ શિક્ષણ કે બોધ આપવા માટે રચાયેલી વાર્તાઓ જ છે. બાળકોને વાર્તાનો ખજાનો મળી જાય તો બધું જ ભૂલી જાય. આમ, વાર્તા પણ શિક્ષણનું માધ્યમ બને તો શિક્ષણ પણ અસરકારક બને તે આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય છે.
ગિજુભાઈ બધેકા નો જન્મ 15 નવેમ્બર, 1885 ના રોજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. ગિજુભાઈના પિતાનું નામ ભગવાનજી અને માતાનું નામ કાશીબા હતું. તેમનું બાળપણ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ વલભીપુરની શાળામાં લીધું. શિક્ષણ પૂરું કરી 1907 માં તેઓ વ્યવસાય અર્થે પૂર્વ આફ્રિક્રા અને પછી મુંબઈ ગયા હતા. પોતાના પુત્રના શિક્ષણની શરૂઆત થતાં તેમને શિક્ષણમાં રસ પડવા લાગ્યો. આખરે વકીલાતની ધીકતી કમાણી છોડી. ત્યાર પછી 1920 ના દાયકામાં ભાવનગરમાં આવેલા શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં બાળઅધ્યાપન મંદિર ની સ્થાપના થઈ અને ગિજુભાઈ એના આચાર્યપદે નિયુક્ત થયા.
બાળસાહિત્ય અને બાળકેળવણી જગતમાં આમૂલ પરિવર્તન લાવનાર શ્રી ગિજુભાઈ બધેકાએ પરંપરાગત શિક્ષણ પદ્ધતિને પડકારી બાળકેળવણીની આખી વ્યાખ્યા જ બદલી નાખી હતી. શાળામાં વર્ગખંડમાં પુરાઈ રહેલાં બાળકોને એમણે ખુલ્લા આકાશ નીચે મૂકી દીધાં, ગોખીને ભણતાં બાળકોને ખુલ્લી ક્ષિતિજો સામે જોઇને શીખતાં કર્યાં. ભારતીય શિક્ષણનું પ્રચલિત સૂત્ર 'આચાર્ય દેવો ભવ' બદલીને એમણે 'બાળ દેવો ભવ'નો નૂતન ખ્યાલ આપ્યો ગિજુભાઈએ સાહિત્ય સર્જન, શિક્ષણ, બાળસાહિત્ય અને ચિંતન જેવા વિષયો પર ઘણાં પુસ્તકો લખ્યાં છે. જેમાં 'દિવાસ્વપ્ન પુસ્તક ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. તેમને બાળ કેળવણીમાં ઊંડો રસ હોઇ તેમની કાર્યશૈલીને કારણે તેઓ 'મૂછાળી મા'ના હુલામણા નામે પણ ઓળખાય છે. તેમણે બાળ કેળવણી અને બાળ સાહિત્ય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેમનું અવસાન 23 જૂન, 1939ના રોજ થયું હતું.
શાળા કક્ષાએ બાળવાર્તાઓ હવે અભ્યાસક્રમ સાથે વણાઈ જ ગઈ છે, છતાં આ દિન વિશેષ પર વાર્તાથી બાળઘડતર તથા ભાષાસમૃદ્ધિ માટેની વિશેષ જરૂરિયાત ધ્યાને લઇ બાળકો માટે આનંદદાયી બનાવવા માટે બાળવાર્તા દિન ઉજવવામાં આવે છે.