વિશ્વ બાળ અધિકાર દિન
20th November
"પોતાનાં બાળકોના અધિકારોની રક્ષા કરો, તેઓ આપણા ભવિષ્યની સુરક્ષા કરશે."
 
વિશ્વભરમાં બાળકોમાં જાગૃતિ અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા દર વર્ષે 20 નવેમ્બરે 'વિશ્વ બાળ અધિકાર દિન' ઉજવવામાં આવે છે.
 
20 નવેમ્બર એક મહત્વપૂર્ણ દિવસ છે. કારણકે 20 નવેમ્બર, 1959 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારોની ઘોષણા સ્વીકારી હતી. 20 નવેમ્બર, 1989 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળ અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1990થી વિશ્વ બાળ અધિકાર દિનની ઉજવણી થાય છે. UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારો પર ઘોષણા અને સંમેલન બંનેનું આયોજન કર્યું હતું.
 
'વિશ્વ બાળ અધિકાર દિન' બાળકોના અધિકારોની હિમાયત, પ્રોત્સાહન અને ઉજવણી કરવા, સંવાદો અને ક્રિયાઓનો અમલ કરવા પ્રેરણાત્મક બને છે. જે બાળકો માટે વધુ સારી દુનિયાનું નિર્માણ કરશે.
 
‘વિશ્વ બાળ અધિકાર દિન' એ વાતની યાદ આપે છે કે દરેક બાળક ખાસ છે. બાળકોના સારા ભવિષ્ય માટે એમની મૂળ જરૂરિયાતો અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું જરૂરી છે.
 
 વિદ્યાર્થીઓ ઉમદા શિક્ષણ મેળવે તથા બાળમજૂરોનું પ્રમાણ ઘટે તે માટેના પ્રયાસ હાથ ધરવા જોઈએ. જે જગ્યાએ બાળમજૂરી થતી હોય ત્યાંથી આપણે વસ્તુની ખરીદી ન કરીએ. તેમને બાળક પાસે મજૂરી ન કરાવવા માટે સમજ આપીએ.
 
આ દિવસે બાળકો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.બાળકોના શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય વગેરેની સાથે સાથે શારીરિક અને માનસિક વિકાસ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. બાળકોની ક્ષમતા અને પ્રતિભા ખીલે એવા પ્રયત્નો સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.