-
રાષ્ટ્રીય શિક્ષણ દિન
રાષ્ટ્રીય શિક્ષણ દિન
11th November
સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન અને શિક્ષણને સમર્પિત એવા મૌલાના અબુલ કલામ આઝાદ ની જયંતીને ભારતમાં દર વર્ષે 11 નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ સાઉદી અરબના મક્કામાં 11 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. આ દિવસ ઉજવવાની જાહેરાત ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવી હતી. મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાના પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન હતા. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પાયાનું પરિવર્તન લાવવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણ, સંસ્થા નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે તેઓએ આપેલા યોગદાનને યાદ કરવા તેમજ શિક્ષણનું મહત્વ સમજાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.
અબુલ કલામ આઝાદે 1912 માં કોલકાતામાં 'અલહિલાલ' નામે ઉર્દૂ સાપ્તાહિક શરૂ કરીને તેમાં પ્રગતિશીલ વિચારોનું પ્રતિપાદન કરેલું. 1920 થી 1945 દરમિયાન તેમણે અનેકવાર કારાવાસ વેઠ્યો હતો. 1940 થી 1946 ના નિર્ણાયક વર્ષોમાં તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા હતા. 'હિંદ છોડો' ચળવળ તથા કેબિનેટ મિશન સાથેની વાટાઘાટોમાં તેઓ અગ્રેસર રહ્યા હતા. મૌલાના આઝાદ ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિના પ્રશંસક હતા અને તેના પ્રત્યે આદરભાવ રાખતા. પ્રખર રાષ્ટ્રવાદી તરીકે તેઓ બિનસાંપ્રદાયિકતાના પુરસ્કર્તા હતા. તેઓ ગહન ચિંતનશક્તિ ધરાવતા ઉત્કૃષ્ટ આદર્શવાદી હતા.
કોઈપણ દેશના વિકાસમાં શિક્ષણનું પ્રદાન અમૂલ્ય હોય છે. શિક્ષણ થકી જ કોઈપણ દેશ પોતાનો વિકાસ સાધી શકે છે. અબુલ કલામ આઝાદને સ્વતંત્ર ભારતમાં શિક્ષણના મુખ્ય ‘આર્કિટેક્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ, 1947 થી 2 ફેબ્રુઆરી, 1958 સુધી ભારતના શિક્ષણપ્રધાન હતા. તેઓએ ગ્રામીણ ગરીબો અને કન્યાઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. તેઓ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, વિદ્વાન અને જાણીતા શિક્ષણવિદ્ હતા. જેમણે શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ દિવસે સમગ્ર દેશમાં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મૌલાના અબુલ કલામ આઝાદના જીવન તેમજ તેમના શિક્ષણક્ષેત્રમાં પ્રદાન અને સિદ્ધિઓ પર ચર્ચાઓ, વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા વર્તમાન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં જરૂરી સુધારાઓ સૂચવવા માટે ચર્ચાસભાઓ અને સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે. જેથી લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને શિક્ષણનું મહત્વ સમજે. તેઓશ્રી રાષ્ટ્રસેવાના કાર્યમાં 2 ફેબ્રુઆરી, 1958 થી મૃત્યુ સુધી કાર્યરત રહ્યા. તેમનાં વિવિધ પ્રકારનાં પ્રદાનોને ધ્યાને લઇ 1992 માં તેઓને મરણોપરાંત ‘ભારતરત્ન'થી નવાજવામાં આવ્યા હતા.