યુક્રેન પર રશિયાનો 309 ડ્રોન અને મિસાઇલથી હુમલો, 11નાં મોત.
યુક્રેન પર રશિયાનો 309 ડ્રોન અને મિસાઇલથી હુમલો, 11નાં મોત.
Published on: 01st August, 2025

રશિયાએ યુક્રેનના કીવ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો, જેમાં 11 લોકો માર્યા ગયા અને 124 ઘાયલ થયા. કીવમાં 10 બાળકોને ઇજા પહોંચી છે. હુમલાથી કીવમાં નવ માળની બિલ્ડિંગનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. ટ્રમ્પે 8મી ઓગસ્ટ સુધીની ડેડલાઇન આપતા પુતિન વીફર્યા અને કીવમાં 100 બિલ્ડિંગ્સને મોટાપાયે નુકસાન થયું, જેમાં સ્કૂલો, કોલેજો, યુનિ અને હોસ્પિટલોને ફટકો પડ્યો.