નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલની બસ વીજ થાંભલા સાથે અથડાઈ, 25 વિદ્યાર્થીઓ હતા સવાર, મોટી જાનહાનિ ટળી.
નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલની બસ વીજ થાંભલા સાથે અથડાઈ, 25 વિદ્યાર્થીઓ હતા સવાર, મોટી જાનહાનિ ટળી.
Published on: 29th July, 2025

ભાયલી નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલની બસમાં 25 વિદ્યાર્થીઓ હતા. ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ વીજ થાંભલા સાથે અથડાઈ. થાંભલો બસ પર પડ્યો, પણ સદનસીબે કોઈને ઈજા ન થઇ. Principal ના જણાવ્યા અનુસાર, શાળા છૂટ્યા બાદ બસ બાળકોને ઘરે મુકવા જતી હતી ત્યારે દિવાળીપુરા રોડ પર Punjab National Bank પાસે આ અકસ્માત થયો. MGVCL ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરી. સ્કૂલ મુજબ બસનો કોન્ટ્રાક્ટ ખોડિયાર ટ્રાવેલ્સને અપાયો હતો. બ્રેક ફેઇલ થતાં અકસ્માત થયો હોવાનું જણાય છે. આ અંગે પોલીસ તપાસ કરશે.