રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 110 લોકોની આંખોની તપાસ, 36 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાશે.
રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 110 લોકોની આંખોની તપાસ, 36 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાશે.
Published on: 29th July, 2025

રાપરના દરીયાસ્થાન મંદિરે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા 80મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો. ઠક્કર બળદેવભાઈ યજમાન હતા. કેમ્પમાં 110 લોકોની આંખોની તપાસ થઈ, જેમાંથી 36 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાશે. ડો. અલકેશ ખેરડીયા અને વિજયભાઈ મકવાણાએ તપાસ કરી, અને અન્ય લોકોએ સેવા આપી. દર મહિને 29 તારીખે કેમ્પ યોજાય છે.