વડોદરા: યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, શિવમ હોમ સોસાયટીમાં બનાવ, પોલીસ તપાસ શરૂ, કારણ અકબંધ.
વડોદરા: યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, શિવમ હોમ સોસાયટીમાં બનાવ, પોલીસ તપાસ શરૂ, કારણ અકબંધ.
Published on: 29th July, 2025

વડોદરાના ન્યૂ VIP રોડ પર શિવમ હોમ સોસાયટીમાં 25 વર્ષીય નિકુલપુરી ગોસ્વામીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી. પરિવારજનોએ હરણી પોલીસને જાણ કરી, પોલીસે તપાસ હાથ ધરી છે. નિકુલ તેના પિતા અને બહેન સાથે રહેતો હતો, બહેનના લગ્ન નક્કી થયા હતા. નિકુલના રૂમમાંથી બહાર ન આવતા આ ઘટનાની જાણ થઈ. આત્મહત્યાનું કારણ અકબંધ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે. હાલ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.