સુરતમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી ઠપ થતાં લોકો હેરાન; કોન્ટ્રાક્ટ રિન્યુ ન થતા હાલાકી.
સુરતમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી ઠપ થતાં લોકો હેરાન; કોન્ટ્રાક્ટ રિન્યુ ન થતા હાલાકી.
Published on: 29th July, 2025

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતા 19 આધાર કાર્ડ સેન્ટર બંધ થતા લોકોને ભારે મુશ્કેલી. એજન્સીનો કોન્ટ્રાક્ટ 21 જુલાઈએ પૂરો થતા રિન્યુ કરાયો નહિ, જેથી નામ, સરનામું બદલવાનું કામ અટક્યું. આધાર કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ હોવાથી લોકો પરેશાન છે. સેન્ટ્રલ ઝોનમાં સર્વર ડાઉનની વાત, પણ કોન્ટ્રાક્ટ રિન્યુ ન થતા કામગીરી ઠપ થઈ. લોકો ધક્કા ખાઈ રહ્યા છે.