પ્રભાસ પાટણમાં 65 વર્ષીય વૃદ્ધ ગાંજાના છોડ સાથે ઝડપાયો; રૂ.13,040નો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
પ્રભાસ પાટણમાં 65 વર્ષીય વૃદ્ધ ગાંજાના છોડ સાથે ઝડપાયો; રૂ.13,040નો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
Published on: 29th July, 2025

ગીર સોમનાથ SOG પોલીસે પ્રભાસ પાટણના ભાલકા વિસ્તારમાંથી 65 વર્ષીય વૃદ્ધને ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો. આરોપી પાસેથી 34 ગાંજાના છોડ, સુકો ગાંજો અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.13,040નો મુદ્દામાલ જપ્ત કરાયો. આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલું હતું.