ચંદ્રગ્રહણ 2025: ધરમપુર સાયન્સ સેન્ટર ખાતે વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા અવલોકન (Scientific Observation).
ચંદ્રગ્રહણ 2025: ધરમપુર સાયન્સ સેન્ટર ખાતે વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા અવલોકન (Scientific Observation).
Published on: 08th September, 2025

વલસાડના ધરમપુર સાયન્સ સેન્ટર ખાતે 2025 ના અંતિમ ચંદ્રગ્રહણનું વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ અવલોકન કર્યું. શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ બાદમાં આકાશ સ્વચ્છ થતા ગ્રહણ સ્પષ્ટ દેખાયું. વૈજ્ઞાનિકોએ ચંદ્રગ્રહણના તબક્કાઓનું નિરીક્ષણ કરી વિશ્લેષણ કર્યું, અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહથી આ ખગોળીય ઘટનાનો અનુભવ કર્યો. આ ઘટના પર વિસ્તૃત રિસર્ચ (Research) કાર્ય હાથ ધરાયું છે.