વડોદરા: વિશ્વામિત્રી નદીમાં પાણી ઘટતા તંત્ર અને લોકોએ રાહત અનુભવી, પૂરનો ખતરો ટળ્યો.
વડોદરા: વિશ્વામિત્રી નદીમાં પાણી ઘટતા તંત્ર અને લોકોએ રાહત અનુભવી, પૂરનો ખતરો ટળ્યો.
Published on: 08th September, 2025

Vadodara Vishwamitri River માં રવિવારથી આજવાના દરવાજા બંધ થતા અને વરસાદે વિરામ લેતા, વિશ્વામિત્રી નદીમાં પાણી ઘટવાનું શરૂ થયું. શહેર ઉપરથી પૂરનો ખતરો ટળ્યો હતો. રવિવારે બપોરે નદીનું લેવલ 22 ફૂટને લગોલગ હતું. કોર્પોરેશને લેવલ 22 ફૂટ સુધી જાળવવાનું કહ્યું હતું, જેથી આજવામાંથી પાણી ઓછું કરાયું. આજે સવારે લેવલ ઘટીને 17 ફૂટ થયું, જ્યારે આજવાનું લેવલ વધીને 213 થયું.