પ્રિ-નવરાત્રીમાં મારામારી: Apricot AC ડોમમાં પ્રવેશ મુદ્દે બાઉન્સરો સાથે માથાકૂટ થતા ખેલૈયાઓમાં ડર
પ્રિ-નવરાત્રીમાં મારામારી: Apricot AC ડોમમાં પ્રવેશ મુદ્દે બાઉન્સરો સાથે માથાકૂટ થતા ખેલૈયાઓમાં ડર
Published on: 08th September, 2025

સુરતના Apricot AC ડોમમાં પ્રિન્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્રિ-નવરાત્રીમાં પ્રવેશ મુદ્દે બાઉન્સરો સાથે મારામારી થતા ખેલૈયાઓમાં ડરનો માહોલ ફેલાયો હતો. સિંગણપોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. બંને પક્ષોએ સમાધાન કરી લેતા ફરિયાદ નોંધાઈ નથી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.