વાગરા નજીક ટ્રક-કાર અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત, બે યુવકો ઘાયલ થયા.
વાગરા નજીક ટ્રક-કાર અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત, બે યુવકો ઘાયલ થયા.
Published on: 08th September, 2025

વાગરાના સાંચણ પાસે રવિવારે રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું. કારમાં સવાર બદલપુરા ગામના બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને ભરૂચ હોસ્પિટલમાં ખસેડાયા છે. GJ-27-TD-0273 નંબરની ટ્રકને પાછળથી આવતી કારે ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ. પોલીસે તપાસ શરૂ કરી છે.