સાબરકાંઠા: પોળોના જંગલમાં ફસાયેલા 6 યુવકોનું PSI દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું.
સાબરકાંઠા: પોળોના જંગલમાં ફસાયેલા 6 યુવકોનું PSI દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું.
Published on: 08th September, 2025

સાબરકાંઠાના વિજયનગર નજીક પોળોના જંગલમાં ફરવા ગયેલા 6 યુવાનો નદીમાં પાણી વધતા ફસાયા. વિજયનગર પોલીસ સ્ટેશનના PSI એ.વી.જોષીએ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવ્યો. વણજ ડેમમાંથી પાણી છોડાતા યુવકો ફસાયા હતા. હિંમતનગરમાં હાથમતી નદી બે કાંઠે વહી રહી છે અને સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર સાથે વાત કરી.