Sanchar Saathi App: કેન્દ્ર સરકારનો આદેશ, દરેક સ્માર્ટફોનમાં હવે આ સરકારી એપ ફરજિયાત રહેશે.
Sanchar Saathi App: કેન્દ્ર સરકારનો આદેશ, દરેક સ્માર્ટફોનમાં હવે આ સરકારી એપ ફરજિયાત રહેશે.
Published on: 02nd December, 2025

સરકારના આદેશ અનુસાર દેશમાં વધતી જતી ઓનલાઈન છેતરપિંડી અને નકલી નંબરોને રોકવા માટે 'સંચાર સાથી' એપ ફરજિયાત રહેશે. ટેલિકોમ મંત્રાલયે મોબાઇલ કંપનીઓને 90 દિવસમાં નવા ફોનમાં આ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા જણાવ્યું છે. Apple, Samsung, Vivo, OPPO જેવી કંપનીઓને પણ આ નિયમ લાગુ પડશે, અને વપરાશકર્તાઓ આ એપને ડિલીટ કે ડિસેબલ નહીં કરી શકે. આ એપ IMEI નંબર અને સુરક્ષા માટે ઉપયોગી છે.