દેશની 111 પવિત્ર નદીના 25 જળકળશનું પૂજન અને આરતી.
દેશની 111 પવિત્ર નદીના 25 જળકળશનું પૂજન અને આરતી.
Published on: 12th December, 2025

રાજકોટમાં છેલ્લા 10 દિવસથી 111 પવિત્ર નદીના જળનું ઘરે-ઘરે કળશ પૂજન થઈ રહ્યું છે. એસ.વી. વિરાણી કોલેજ ખાતે 25 કળશનું 60 વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ અને સ્ટાફે પૂજન-આરતી કરી. 14મીએ બહુમાળી ભવનથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી કળશયાત્રા યોજાશે, જેમાં 111 નદીના જળના કળશનું પૂજન અને મહાયજ્ઞ થશે. ગીરગંગા ટ્રસ્ટ અને કોલેજના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હાલ 13મી સુધી ઘરે-ઘરે જળકળશનું પૂજન થાય છે.