હિંમતનગર અષ્ટવિનાયક મંદિરમાં સંકટ ચતુર્થીની ઉજવણી: ગણપતિદાદાને 21 KG સંતરા અર્પણ કરાયા.
હિંમતનગર અષ્ટવિનાયક મંદિરમાં સંકટ ચતુર્થીની ઉજવણી: ગણપતિદાદાને 21 KG સંતરા અર્પણ કરાયા.
Published on: 07th December, 2025

હિંમતનગરના વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં સંકટ ચતુર્થીની ભવ્ય ઉજવણી થઈ. જેમાં ગણપતિદાદાને 21 KG સંતરા અર્પણ કરાયા. સવારે અભિષેક, આરતી અને ધ્વજારોહણ થયું. યજમાન મયંક ભરતભાઈ ભોઈએ પૂજન કર્યું. દિવસભર ભક્તોએ ફળોના શણગારના દર્શન કર્યા. સાંજે આરતી અને રાત્રે ચંદ્રદર્શનનો વિશેષ લાભ લીધો.