હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીની પૂર્ણાહુતિ.
હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીની પૂર્ણાહુતિ.
Published on: 28th March, 2026

હિંમતનગરના દેવીપૂજકનગર સ્થિત હરસિદ્ધિ માતાજી મંદિરે નવ દિવસીય ચૈત્ર નવરાત્રીનું સમાપન થયું. શુક્રવારે રાત્રે શુભ મુહૂર્તમાં માંડવીનું વિધિવત્ ઉત્થાપન કરાયું. પૂજન-અર્ચન સાથે માંડવી ઉત્થાપન વિધિ સંપન્ન થઈ, ત્યારબાદ જવારાનું પૂજન કરાયું અને ભક્તોએ આરતી ઉતારી. નવરાત્રી દરમિયાન ભજન-કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી.