આવતીકાલથી ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે માવઠાની શક્યતા!
આવતીકાલથી ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે માવઠાની શક્યતા!
Published on: 28th March, 2026

હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. 29 અને 30 માર્ચે યલ્લો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી છે. 30થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. રાજકોટમાં સૌથી વધુ 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું.