મેઘરજના ઈપલોડાના સરપંચ સસ્પેન્ડ, ત્રણ સંતાનોના મુદ્દે TDOની કડક કાર્યવાહી.
મેઘરજના ઈપલોડાના સરપંચ સસ્પેન્ડ, ત્રણ સંતાનોના મુદ્દે TDOની કડક કાર્યવાહી.
Published on: 28th March, 2026

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈપલોડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નયનાબેન પટેલને 'ત્રણ સંતાનો' હોવાના મુદ્દે TDO દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોટિસ છતાં ગેરહાજર રહેતા અને 45 દિવસની રજા બાદ TDOએ આ આકરો નિર્ણય લીધો. આ નિર્ણયથી ઈપલોડા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા જાગી છે.