છોટા ઉદેપુરના નસવાડીના કુકરદા જંગલમાં ભીષણ આગ, વન સંપત્તિને ભારે નુકસાન.
છોટા ઉદેપુરના નસવાડીના કુકરદા જંગલમાં ભીષણ આગ, વન સંપત્તિને ભારે નુકસાન.
Published on: 28th March, 2026

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામના જંગલમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ડુંગરાળ વિસ્તારમાં બે-ત્રણ જગ્યાએ આગ લાગી. વન વિભાગની ટીમ અને સ્થાનિકો આગ બુઝાવવા દોડી ગયા. આગ ડુંગર પર હોવાથી ફાયર ફાઈટર પહોંચવા મુશ્કેલ હતા, તેથી વન વિભાગની ટીમે જનરેટર અને એર ગન મશીન જેવા આધુનિક સાધનો સાથે આગ પર કાબુ મેળવ્યો. સ્થાનિકોમાં ટિખળખોરો સામે રોષ જોવા મળ્યો છે.