ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ: 5500 વર્ષ જૂનું પાંડવકાલીન મંદિર, ગુજરાતનું શિખર વગરનું એકમાત્ર શિવાલય.
ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ: 5500 વર્ષ જૂનું પાંડવકાલીન મંદિર, ગુજરાતનું શિખર વગરનું એકમાત્ર શિવાલય.
Published on: 04th August, 2025

બોટાદના ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવારે ભક્તો ઉમટ્યા. 5500 વર્ષ જૂનું આ મંદિર શિખર વગરનું છે. પાંડવોના વનવાસ દરમિયાન ભીમે અહીં પૂજા કરી હતી. ભીમે ગદા મારતા શિવ પ્રગટ થયા ત્યારથી આ સ્થળ ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. આજે પણ તે વરખડીનું વૃક્ષ લીલુંછમ છે. મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન સાતમ-આઠમ, પૂનમ અને ભાદરવી અમાસના દિવસે આનંદમેળો યોજાય છે.