કચ્છ જિલ્લો રામમય: રામનવમીના પર્વે ભક્તિ અને આસ્થાનો માહોલ, મહાઆરતી, શોભાયાત્રા આયોજિત.
કચ્છ જિલ્લો રામમય: રામનવમીના પર્વે ભક્તિ અને આસ્થાનો માહોલ, મહાઆરતી, શોભાયાત્રા આયોજિત.
Published on: 28th March, 2026

રામનવમી નિમિત્તે કચ્છભરમાં ભક્તિમય માહોલ છવાયો. મંદિરોમાં વિશેષ પૂજા, ભજન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા. શોભાયાત્રા, રામધૂન અને પ્રસાદ વિતરણનું આયોજન થયું. ઝુરામાં રામ જન્મોત્સવ અને ઓધવરામ બાપાનો મહોત્સવ ઉજવાયો. અંજારમાં રામ ઘનશ્યામ જન્મોત્સવની હરિભક્તોએ ઉજવણી કરી. વાંઢાય રામ મંદિરે રામ જન્મોત્સવમાં ભાવિકો ઉમટ્યા. વિથોણમાં બાઈક રેલી યોજાઈ. માંડવીમાં રામ અને ઘનશ્યામ મહારાજની શોભાયાત્રા નીકળી.