ઝંખના પટેલની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સરપ્રાઈઝ એન્ટ્રી, કાર્યકર્તાઓએ કારકિર્દી પૂર્ણ માની હતી
ઝંખના પટેલની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સરપ્રાઈઝ એન્ટ્રી, કાર્યકર્તાઓએ કારકિર્દી પૂર્ણ માની હતી
Published on: 29th December, 2025

ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનના માળખાની જાહેરાતે ચોંકાવ્યા. સુરતના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલને પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી. એક સમયે રાજકીય કારકિર્દી પૂર્ણ થયેલી મનાતી, તેમની એન્ટ્રીથી સુરત ભાજપમાં ગરમાવો. વર્ષ ૨૦૨૨માં ટિકિટ ન મળતા તેઓ મુખ્ય પ્રવાહમાંથી ગાયબ થઈ ગયા હતા. સ્થાનિક જૂથવાદના કારણે ટિકિટ કપાઈ હોવાનું મનાતું હતું. ઝંખના પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કોઈપણ કાર્યકર્તાને ભૂલતી નથી. Narendrabhai Modi, Amitbhai Shah અને C.R. Patilના માર્ગદર્શન હેઠળ કામ કરશે.