NHAI પ્રોજેક્ટમાં વિલંબ: જમીન સંપાદન અને વહીવટી ઉદાસીનતાના આક્ષેપોથી કરોડોનો પ્રોજેક્ટ અટક્યો.
NHAI પ્રોજેક્ટમાં વિલંબ: જમીન સંપાદન અને વહીવટી ઉદાસીનતાના આક્ષેપોથી કરોડોનો પ્રોજેક્ટ અટક્યો.
Published on: 31st December, 2025

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના પ્રોજેક્ટમાં જમીન સંપાદન અને વહીવટી ઉદાસીનતાના લીધે અવરોધો આવ્યા છે. રોડવેઝ સોલ્યુશન ઈન્ડિયા ઈન્ફ્રા લિમિટેડના અધિકારીએ પ્રોજેક્ટ ડિરેક્ટર (PD) પર સંકલનના અભાવે કરોડોના પ્રોજેક્ટમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ કર્યો છે. 90% જમીન ઉપલબ્ધ નથી, ખેડૂતોને વળતર મળ્યું નથી. પેકેજ 10 માં પણ જમીનનો પ્રશ્ન છે, કામદારો સાથે મારામારી થાય છે અને મટીરીયલની ચોરી થાય છે. પ્રોજેક્ટ ડિરેક્ટરનું ધ્યાન માત્ર NH-48 પર છે. પેમેન્ટના પ્રશ્નો પણ અટવાયેલા છે.