પાટણ લેઉવા પાટીદાર મંડળ ઈનામ વિતરણ અને દીકરી વધાવો કાર્યક્રમ
પાટણ લેઉવા પાટીદાર મંડળ ઈનામ વિતરણ અને દીકરી વધાવો કાર્યક્રમ
Published on: 31st December, 2025

પાટણ લેઉવા પાટીદાર મંડળ દ્વારા 4 જાન્યુઆરી, 2026ના રોજ ઈનામ વિતરણ સમારોહ યોજાશે જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થશે અને 'બેટી બચાવો, બેટી વધાવો' અભિયાન હેઠળ દીકરીઓને વધાવવામાં આવશે. સમારોહના પ્રમુખ રમેશભાઈ ભગવાનભાઈ પટેલ અને મુખ્ય મહેમાન દલસીબેન ભગવાનભાઈ પટેલ હશે. ડૉ. પ્રિયાંશી ડી. પટેલ માર્ગદર્શન આપશે. જ્ઞાતિજનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા હશે. આયોજન પ્રમુખ શૈલેષકુમાર સી. પટેલ અને મંત્રી મહેન્દ્રભાઈ એચ. પટેલ દ્વારા કરાયું છે.