દિલ્હીથી વડોદરાની બે ફ્લાઈટ ખરાબ હવામાનને લીધે રદ, મુસાફરો અટવાયા, વૈકલ્પિક વ્યવસ્થા કે રિફંડ મળશે.
દિલ્હીથી વડોદરાની બે ફ્લાઈટ ખરાબ હવામાનને લીધે રદ, મુસાફરો અટવાયા, વૈકલ્પિક વ્યવસ્થા કે રિફંડ મળશે.
Published on: 31st December, 2025

દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે Air India અને Indigoની દિલ્હી-વડોદરાની બે ફ્લાઈટ રદ થઈ છે. વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા છે. મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અથવા રિફંડ મળશે. Indigoની ફ્લાઈટ નંબર 6E6694/6695 અને Air Indiaની ફ્લાઈટ નંબર AI1701/1808 રદ થઈ છે. ફ્લાઈટમાં આવનાર અને જનાર મુસાફરોને વૈકલ્પિક ફ્લાઈટ અથવા રિફંડ અપાશે. દિલ્હી એરપોર્ટ પર અનેક ફ્લાઈટ્સમાં વિલંબ થયો છે.