સુરેન્દ્રનગર જિ.પં.નું નવું રોટેશન: કુલ 32 બેઠકો, 29ના રોટેશન બદલાયા.
સુરેન્દ્રનગર જિ.પં.નું નવું રોટેશન: કુલ 32 બેઠકો, 29ના રોટેશન બદલાયા.
Published on: 16th December, 2025

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું રોટેશન જાહેર થયું છે. કુલ 32 બેઠકો જ રહેશે, પરંતુ 29 બેઠકોના રોટેશનમાં ફેરફાર થયો છે. માત્ર 3 બેઠકોનું રોટેશન બદલાયું નથી. મોટા ભાગની બેઠકના રોટેશન બદલાતા ચૂંટણી લડતા મોટા માથાની ટિકિટ કપાશે. વર્તમાન પ્રમુખ સામાન્ય પુરૂષ છે, તેથી આગામી પ્રમુખ મહિલા બને તેવી શક્યતા છે. રોટેશનમાં વસ્તી ગણતરીને ધ્યાને લઇ અનામત બેઠક જાહેર કરવામાં આવે છે. દરેક જ્ઞાતિના લોકોને લાભ મળે તે માટે રોટેશન બદલાય છે.